Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
$PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?