Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર $2\;$ સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ $v_{0}=1400 \;\mathrm{Hz}$ અને હવામાં ધ્વનિની ઝડપ $350\; \mathrm{m} / \mathrm{s}$ હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે?
દોરીમાં રહેલ તરંગનો કંપવિસ્તાર $2\;cm$ છે. તરંગ ધન $x-$ દિશામાં $128 \;m/s $ ના વેગથી ગતિ કરે છે અને તેવું જોવા મળ્યું છે કે દોરીની $4\;m$ લંબાઈમાં $5$ સંપૂર્ણ તરંગ સમાય છે. આ તરંગનું સમીકરણ શેના વડે દર્શાવી શકાય?
એક તરંગને $Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)$,વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $Y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... $km\,h ^{-1}$ હશે.
$16$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $ 8$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
એકબીજાને અડીને આવેલા બે ધ્વનિ સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત થતાં પ્રગામી તરંગો $ y_1=4sin \left( {600\pi t} \right)$ અને $y_2=5sin \left( {608\pi t} \right)$ વડે આપવામાં આવે છે. આ બંને ધ્વનિ સ્ત્રોતોની નજીકનો અવલોકનકાર શું સાંભળશે?
$t= 0$ સમયે $x-$દિશામાં ગતિ કરતાં તરંગ માટે વિક્ષેપ (disturbance)$y (x, t)$, $y = \frac{1}{{1 + {x^2}}}$ મુજબ અને $t= 2\;s$ દરમિયાન $y = \frac{1}{{\left[ {1 + {{\left( {x - 1} \right)}^2}} \right]}}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. જો તરંગનો આકાર ગતિ દરમિયાન બદલાતો ના હોય તો તરંગનો વેગ $m/s$ માં કેટલો થાય?