Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કાર ${X}$ અને ${Y}$ એકબીજા તરફ $36\; {km} / {h}$ અને $72\; {km} / {h}$ ની ઝડપથી ગતિ કરે છે. કાર ${X}$ માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર ${Y}$ માં રહેલ પેસેન્જરને $1320 \;{Hz}$ આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $340\; {m} / {s}$ હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા $Hz$ ની હશે?
$20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.
દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને $y(x, t)=5 \sin (6 t+0.003 x)$ વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ $..........\,ms^{-1}$ છે.
$A$ અને $B$ બે સ્વરકાંટાને એક સાથે અવાજકરાવતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ આવે છે. જ્યારે એક બાજુથી બંધ હવા સ્તંભ દ્વારા બે સ્વરકાંટાને $24\,cm$ અને $25\,cm$ ના હવા સ્તંભ સાથે અનુનાદ કરાવવામાં આવે છે. તો સ્વરકાંટાની આવૃતિ ગણો.
ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે $60^o$ નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો $v$ એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.