Question
‘દાદાજી’ નુ પાત્રાલેખન કરો.

Answer

દાદાજી જિદુનાથ એટલે કલ્યાણીને માતા-પિતાનો પ્રેમ આપી ઉછેરનાર. પચાસ વરસ સુધી એકલરામની બેફિકર મસ્ત જિંદગી ગાળનારા દાદાજી - જિદુનાથ સોળ વર્ષ પહેલાં નદી 'કિનારે ફરવા ગયા ત્યાં તરત જન્મેલી બાળકીને જોઈ. દાદાજી અનુકંપાથી પ્રેરાઈને ઘેર લાવ્યાં
દાદાજીને જેના પર શ્રદ્ધા હતી તેવા નંદુબહેન, રેખાબહેન, કાશીમાએ બાળકીને રાખવાની ના પાડી. પણ દાદાજી મક્કમ હતાં. તેણે આ બાળકી - કલ્યાણીને ઉછેરવાનું નક્કી કર્યું. ઘરબાર વગરની ને માતાપિતાથી ત્યજાયેલી કન્યાને ઉછેરીને મોટી કરી. પોતાને નહિ આવડે એવા ડરથી ઊલટું એમણે વધુને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું.
જિદુનાથની ઉંમર થતાં તેમને કલ્યાણીની ચિતા થવા લાગી. કલ્યાણી માટે દાદાજીએ કેટલીય મહેનત પછી એક ખાનદાન કુટુંબ શોધી કાઢયું. છોકરાના પક્ષે કુટુંબ પણ નાનું હતું તેના કુટુંબમાં છોકરો, તેની ઘરડીમા અને નાની બહેન હતા. છોકરો પૈસે-ટકે બહુ સુખી ન હતો. પણ ક્રાંતિમાન, સંસ્કારી અને કુલીન હતો. તેવા છોકરા સાથે કલ્યાણીનું લગ્ન નક્કી કરી નાખ્યું જેથી તેમની લાડકવાયી કલ્યાણી સુખી થાય
જિદુનાથે કલ્યાણીને ઉછેરીને મોટી કરી પણ તેને વિદાય આપતા ચોધાર આંસુએ રડી પડ્યાં. શકુંતલા વિદાય વખતે ઋષિ પણ કહે છે ને કે 'હું એક ઋષિ થઈ દીકરીની વિદાય વખતે આટલી વેદના અનુભવું છું તો સંસારીનું શું થતું હશે?'
જિદુનાથ કલ્યાણીને વિદાય આપી ભાંગી પડે છે. ખૂબ વેદના અનુભવે છે. અંતે કલ્યાણીને જોતાં જાણે શાંત થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘ઘા’ લઘુકથા નાં શિર્ષકની યોગ્યતા વિષે નોંધ લખો.
‘મિલકત વધવાની સાથે ઈચ્છાશંકર નો મુલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો’ તેમ શા પરથી કહી શકાય?
અણદાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો અથવા અણદાની વિવિધ વિશેષતાઓ જણાવો.
પેપરનાં જન્મથી “પુસ્તક’ ની સફરને વેગ મળ્યો. પાઠનાં આધારે આ સત્ય તપાસો ને સમજાવો.
કલ્યાણીના લગ્નની તારીખ નક્કી થયા પછીના જીદુનાથનાં મનોભાવોને વર્ણવો.
‘સુદામાચરિત્ર’ કાવ્યમાં રજુ થયેલી સુદામાની દરિદ્રતા તમારા શબ્દોમાં વર્ણવો.
કલ્યાણીનુ પાત્રાલેખન કરો.
ઇટાલિયન યુગલને કુસ્કોમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું?
કલ્યાણીના લગ્ન પછીની જીદુનાથની વેદના અને તેનું પરિણામ વર્ણવો.
“પુસ્તક” ની જન્મ યાત્રાનાં અલગ-અલગ તબક્કાની પાઠતાં આધારે નોંધ કરો.