એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
$2\,L$ લંબાઇનો તાર $A$ અને $B$ બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ $r$ અને $2r$ બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો $A$ તારામાં એન્ટિનોડ $p$ અને $B$ તારામાં એન્ટિનોડ $q$ હોય તો ગુણોત્તર $p : q$ કેટલો થાય?
$A$ ઉદગમ $1800\,Hz$ આવૃતિ વાળા ધ્વનિના તરંગો ઉત્પન્ન કરે છે. જે જમીન તરફ $v$ જેટલા ટર્મિનલ વેગથી પડે છે. જમીન પર રહેલ અવલોકનકાર $B$, ઉદગમ $A$ ની નીચે છે જે $2150\,Hz$ આવૃતિવાળા તરંગો મેળવે છે. તો જમીન સાથે અથડાયને આછા આવતા તરંગો $A$ ને મળતાં હોય તો તેની આવૃતિ $Hz$ માં કેટલી હશે? (ધ્વનિનો વેગ$= 343\,m/s$ )
બે તરંગોના સમીકરણો $x_1=a \sin \left(\omega t+\phi_1\right)$ અને $x_2=a$ $\sin \left(\omega t+\phi_2\right)$ છે. જો પરિણામી તરંગની આવૃતિ અને કંપવિસ્તાર સંપાત પામતા તરંગો જેટલી જ રહે, તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હોય.
બે તરંગોને $y_1 = a\, sin\,(\omega t + kx + 0.57)\, m$ અને $y_2 = a\, cos\,(\omega t + kx)\, m$ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તેમની વચ્ચેનો કળા તફાવત ($radian$ માં) કેટલો છે?