Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાયોલીનની દોરી સાચા તણાવે $205 \,Hz$ નો નાદ છોડે છે. દોરીને થોડું વધારે તણાવ આપતા $205 \,Hz$ આવૃતિના સ્વરકાંટા સાથે બે સેકન્ડમાં છ સ્પંદ ઉત્પન્ન કરે છે. તરંગ દોરી વડે છોડાતા નાદની આવૃતિ ........ $Hz$ છે.
$f$ આવૃતિવાળી સિસોટી $S$ એ $R$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી $2R$ અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર $D$દ્વારા મપાતી મહતમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો થાય?
એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?