Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંસાધનોનું જતન અને સંરક્ષણ3 Marks
Question
કચ્છના રણપ્રદેશના લોકજીવન વિશે માહિતી આપો.
✓
Answer
કચ્છના રણપ્રદેશના લોકોનું જીવન વિવિધતાથી ભરેલું છે. અહીં લોકો ઘેટાં-બકરાં, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં વગેરે પ્રાણીઓ પાળે છે. દરિયાકિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, મચ્છીમારી તેમજ ઝીંગા પકડવાનો વ્યવસાય વગેરેમાંથી રોજગારી મેળવે છે. અહીંના કેટલાક વિસ્તારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે, તેથી ત્યાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી વગેરે પાકો થાય છે. બાજરી અહીંનો મુખ્ય ખેતીપાક છે. કચ્છના 'બન્ની' વિસ્તારના લોકો વિશિષ્ટ પ્રકારનું ભરતગૂંથણ કરે છે. તેઓ હસ્તકલાના અન્ય વ્યવસાયો પણ કરે છે. અહીં યાંત્રિક ઉદ્યોગો પણ વિકસ્યા છે. પરિણામે રણપ્રદેશમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. અહીં ઝડપથી વિકસી રહેલો પ્રવાસન ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે. કચ્છના સપાટ પ્રદેશમાં 'પેરાગ્લાઇડિંગ' જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી રહી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.