Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર $X$ અને $Y$ માં $T _{ x }$ અને $T _{ y }$ તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે $450\, Hz$ અને $300\, Hz $ હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર $\frac{T_{x}}{T_{y}}$ કેટલો થશે?
$114\, cm$ લંબાઈ ધરાવતા સોનોમીટરના તારને બંને બાજુથી જડિત કરેલ છે. બે સોનોમીટરમાં બે ટેકા ક્યાં સ્થાને મૂકવાથી તે ત્રણ ભાગમાં વિભાજિત થાય કે જેથી તેમની મૂળભૂત આવૃતિનો ગુણોત્તર $1 : 3 : 4$ મળે?
બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ $110\, cm$ છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ $6 : 3 : 2$ ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ $400\, N$ અને તારની એકમ લંબાઈ દીઠ દળ $0.01\, kg/m$ છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ $Hz$માં કેટલી મળે?
બે કાર ${X}$ અને ${Y}$ એકબીજા તરફ $36\; {km} / {h}$ અને $72\; {km} / {h}$ ની ઝડપથી ગતિ કરે છે. કાર ${X}$ માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર ${Y}$ માં રહેલ પેસેન્જરને $1320 \;{Hz}$ આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $340\; {m} / {s}$ હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા $Hz$ ની હશે?
અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા $A$ સાથે $340\, Hz$ આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા $5$ સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા $A$ ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને $2$ સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા $A$ ની આવૃત્તિ કેટલી હશે ? ($Hz$ માં)
$41$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $5 $ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે. તો પહેલા અને છેલ્લા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?