કર્ણ એ 'દાનેશ્વરી' શબ્દનો પર્યાય છે એમ કહેવામાં કોઈ અસિશયોકિત નથી. સૂર્યપુત્ર હોવા છતાં સૂતપુત્ર તરીકે ઉછેર્યો ને મોટો થયો. 'બ્રાહ્મણ' પુત્ર હોવાનું ખોટું બોલી ગુરૂ પરશુરામ પાસેથી ધનુષ્યવિઘા શીખીને મહાન બાણેશ્વરી બન્યો:
આટલી પ્રસ્તાવના પછી ‘કર્ણ-કુંતી સંવાદ' ના કર્ણ તરફ નજર કરીએ તો તેની કઠોરતા કહો, વીરતા કઢો, મુત્સદ્દોગિરી કહો - જે નામે ઓળખો તે,' પરંતુ બબ્બે પૂજ્ય : માતા કુંતી અને કૃષ્ણ બંનેની ઈચ્છા / આજ્ઞાની અવજ્ઞા કરવાનું બળ કર્ણ ધરાવે છે. માતા કુંતી કર્ણને જણાવે છે કે તે તેની મા છે, પાંચ પાંડવોનો તે જયેષ્ટ ભાઈ છે. યુદ્ધ હજુ શરૂ થયું નથી; તું દુ્યોધનનો સાથ છોડી યુધિષ્ઠિરની સાથે આવી જા ! આ પ્રસ્તાવ ઠુકરાવવા માટે કર્ણ પાસે કારણ હતું. જયારે સૌ કોઈ કર્ણને સૂતપુત્ર કહી, અપમાનિત કરીને તેની વારંવાર અવગણના / અવહેલના કરતા હતા ત્યારે દુર્યોધન એક માત્ર એની સાથે રહ્યો, તેને અંગદેશનો રાજા બનાવ્યો - અને સૌથી મહત્ત્વની વાત, કર્ણના પરાક્રમ પર ભરોસો રાખી દુર્યોધન પાંડવો સામે યુદ્ધ કરવા ધનગની રહ્યો હતો.
કર્ણમાં આટલો અંધ-વિશ્વાસ એક ક્ષત્રિય મહાબલિ મૂકે તેજ કર્ણની વીરતા ને મર્દાનગી દર્શાવે છે. આ પરાક્રમી કર્ણ, માતાની ઈચ્છા સ્વીકારી નથી શક્તો તેનું દુ:ખ અનુભવી શકે છે. મિત્ર દુર્યોધન ખોટા રસ્તે, ખોટી જીદ કરીને, આગળ વધી રહ્યો છે એ જાણવા છતાં વાસુદેવ કૃષ્ણ જે રસ્તો બતાવે છે, તે પર જવાની ઈચ્છા હોવા છતાં જઈ નથી શક્તો, આ તે કેવી લાચારી ! કમનસીબ કર્ણ, જન્મથી તે જીવનના અંત સુધી પળે - પળે ને સમયાંતરે લાચારી, અપમાન તેમજ બેવશતા સહન કરતો રહે છે. વિધિની વિચિત્રતા એટલે કર્ણ ! સૂર્યદેવ બધાને તેજ ને પ્રકાશ આપે છે. પરંતુ પોતાના ખુદના પુત્રને 'અંધકાર' સિવાય કેમ કાંઈ આપી શક્યા નહિ હોય !