લેખક એક મધ્યમ ગરીબ કુટુંબમાં રહીને ઉછરેલા. લેખકના માતા કારાવાર પ્રાંતના અને તેમના પિતા કોલ્હાપુરનાં વાતની હતાં. લેખકનો જન્મ મુંબઈ ગામદેવી વિસ્તારની એક ચાલીમાં થયેલો. આ વિસ્તારમાં રહેતાં, ને આજુબાજુની ચાલમાં રહેતાં, કારવાર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધેલા. આ વસાહત ને ‘સરસ્વતી બાગ’ એવું નામ આપેલું અને ત્યાં રહેતા લોકો તેના સોસાયટી કહેતા. સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પત્રના શેડમાં તેઓ રહેતા. પાછળથી સોસાયટીના બ્લોકમાં તેમને જગ્યા મળેલી. આ સોસાયટીમાં રહ્યાં તે દરમિયાનનાં દિવસોને યાદ કરતાં જે જે વાત લેખકે જણાવી, તેનો ટુંકમાં સર આ મુજબ છે, જે તેમના બાલ્યકાળને તેમના જીવનને પ્રભાવિત કરનાર પરિબળ તરીકે મહત્વની છે.
સોસાયટીમાં જ એક બેઠા ઘાટના નાના મકાનમાં, મ્યુનિસિપાલિટી દ્વારા નિશાળ ચલાવાતી, તેમાં લેખક ભણવા.
સોસાયટીની જગ્યામાં આંબાના, જાંબુના, વડનાં, તાડનાં ને સરગવાનાં વૃક્ષો હતા. ગુલાબના તો હજારો છોડ હતાં. તેટલી જ અબોલી અને કેવડાના છોડ પણ હતા. સોસાયટીમાં રહેતી સ્ત્રીઓ રોજ તાજાં ફૂલની વેણી જાતે ગૂંથીને માથામાં પહેરતી.
સોસાયટીને પશ્ચિમે રેલગાડીનાં પાટા અને બાકીની ત્રણ દિશામાં વ્રુક્ષો હતા.
સોસાયટીમાં મુખ્યત્વે બધો વહેવાર કારવારી ભાષામાં થતો. ઓફિસમાં અંગ્રેજી ભાષા તેમજ મંદિરમાં ભજન-કીર્તન, પુરાણ વગેરે મરાઠી ભાષામાં થતો.
સોસાયટીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને ચોરોનો ડર રહેતો. આથી રાત્રે ચોરથી બચવા બે સશક્ત, કદાવર ચોકીદાર પહેરો ભારે. એક ચોકીદાર, કાદરખાન પઠાણ, ક્યારેક રાત્રિનાં સમયે વાંસળીના મધુર સ્વર વગાડે, લેખકની બીક તેથી ઓછી થતી તેમજ વાંસળી સાંભળવાનું તેમને ગમતું.
સોસાયટીમાં આવેલા સદભક્તિ મંદિરના ભક્ત મંડળીનાં સભ્યો, માતાજી પાસે ધાર્મિક પુસ્તકો વંચાવતા.
મામા નાટકમંડળી ચલાવતા ને ‘રામાયણ’ વિષય પર નાટક ભજવતાં. આ બધી એવી હકીકત છે, જે લેખકના વ્યક્તિત્વ માટે પાયાની જરૂરિયાત, પાયાની ભૂમિકા માટે જવાબદાર બની રહી હતી.