Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.06 \times 10^{4} \;\mathrm{N} $ તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ $v$ વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ $T$ થાય ત્યારે વેગ $\frac v2$ થાય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે
$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે?
એક બિંદુવત ઊદ્ગમ શોષણ ન કરતાં માધ્યમમાં બધી જ દિશામાં સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે ઊદ્ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બે બિંદુ $P$ અને $Q$ એ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?