Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
એક તંત્રને $1000$ વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર $200$ વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો $........\,W$ છે.
કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?