Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પેશીમાં ગાંઠની હાજરી જોવા માટે હોસ્પિટલમાં અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેનરની કાર્યકારી આવૃતિ $4.2\; MHz$ છે. પેશીમાં ધ્વનિની ઝડપ $1.7 \;km/s$ છે. પેશીમાં ધ્વનિની તરંગલંબાઈ આશરે કેટલી હશે?
એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ $6\, cm$ છે. સ્વરકાંટાની આવૃત્તિ $504\, Hz$ છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ $336\, m/s$ છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............$cm$ હશે.
બે સ્થિર ઘ્વનિ ઉદ્ગમો $\lambda$ તરંગલંબાઇ ધરાવતા તરંગો ઉત્સર્જિત કરે છે. એક શ્રોતા એક ઘ્વનિ ઉદ્ગમથી બીજા ઘ્વનિ ઉદ્ગમ તરફ $u$ વેગથી ગતિ કરે છે. તો તેના દ્વારા સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી હશે?
$60.5\,cm$ લંબાઇની નળીને શિરોલંબ મૂકેલી છે જેનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો છે. $500\,Hz$ આવૃતિ ધરાવતા ધ્વનિના તરંગને નળીમાં દાખલ કરવામાં આવે છે.જયતે પાણીની સપાટીને ઉપરની નળીની લંબાઈ $16\,cm$ અને $50\,cm$ હોય ત્યારે નળી ધ્વનિના તરંગ સાથે અનુનાદ કરે છે. જ્યારે નળીને પાણીની બહાર કાઢી લેવામાં આવે આવે ત્યારે કઈ બે લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) માટે નળી અનુનાદ કરશે?