Question
પાઠના આધારે 'હું દિવાળીબેન' વિષય ઉપર આઠ-દસ વાક્યો લખો.

Answer

હું દિવાળીબેન છું. મારો જન્મ $2$ જૂન, $1943$ ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયો હતો. મારી મૂળ અટક લાઠિયા હતી. મારા પિતા પૂંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યાં ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી. મારાં માતા મોંઘીબેન જે ગૃહિણી હતાં, તે હરતાં-ફરતાં-દળતાં ગીતો ગાતાં ને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી.
મારાં લગ્ન થયાં, કંઈક વાંધો પડતાં મારા પિતાએ બે દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી, ત્યાં મેં બે દિવસનું લગ્નજીવન ગાળ્યું.
પિતાની સ્થિતિ સારી નહોતી, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલમંદિરમાં તેડાગર રૂપે, હૉસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાનાં કામ કર્યા.
હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા, ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો.
સમાજસેવક રતુભાઈ અદાણી, સંગીતકાર કલ્યાણજીભાઈ, અવિનાશ વ્યાસ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા, પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યાં/અપાવ્યાં.
મેં દેશવિદેશમાં પ્રવાસો કર્યા. મને અનેક સન્માન-પુરસ્કાર મળ્યા. ભારત સરકારના પદ્મશ્રી અવૉર્ડથી વિભૂષિત થઈ.
આમ, મારું જીવન ધન્ય થયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions