Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
સ્વરકાંટો $256\, Hz$ આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ $cm$માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ$=340\, ms^{-1}$)
ક્રોસિંગ નજીક પહોંચતી ટ્રેનની ઝડ૫ $20 \,ms ^{-1}$ છે. તે જ્યારે ક્રોસિંગથી $1 \,km$ દુર હોય ત્યારે $640 \,Hz$ આવૃતિની સીટી વગાડે છે. હવા શાંત છે અને હવામાં અવાજની ઝડપ $330\,ms ^{-1}$ છે. ક્રોસિંગથી લંબ રીતે $\sqrt{3} \,km$ દૂર ઉભેલા શ્રોતા વડે ........ $Hz$ આવૃતિ સંભળાશે.
લંગર નાખેલી સ્થિર બોટ સાથે પાણીના મોજા અથડાય છે. મોજના બે શૃંગ વચ્ચેનું અંતર $100\, m$ અને વેગ $25\, m/sec$ છે. બોટ ઉપર તરફ કેટલી સેકન્ડમાં હલેશા લેશે?
કોઈ એક ચોકકસ ઓર્ગન નળી માટે પ્રથમ ત્રણ અનુનાદની આવૃત્તિઓ અનુક્રમે $1:3:5$ ના ગુણોત્તરમાં છે. જો પાંચમા હાર્મોનિકની આવૃત્તિ $405\,Hz$ અને ધ્વનિની હવામાં ઝડપ $324\,ms ^{-1}$ હોય, તો ઓર્ગન નળીની લંબાઈ .......... $m$ છે.