Question
પરિચય આપો : અણહિલ ભરવાડ

Answer

અણહિલ એ વનરાજ ચાવડાનો સારો મિત્ર હતો. તે જંગલમાં રહેતો હતો. તે જંગલનો ભોમિયો અને નીડર ઉપરાંત સાહસિક પણ હતો. અણહિલે, વનરાજ સાથે સુરપાળ પાસેથી તલવારબાજી, બાણવિદ્યા અને ઘોડેસવારી શીખી હતી. ક્યારેક તે વનરાજ સાથે હરિફાઈ કરતો હતો. અણહિલ રાણી રૂપસુંદરી પાસેથી રાજ્યવહીવટ શીખ્યો હતો. વનરાજે મિત્ર અણહિલની મદદથી પોતાના પિતાનું ગુમાવેલ રાજ્ય પાછું મેળવ્યું હતું અને તેથી જ વનરાજે પોતાના નવા નગરનું નામ મિત્ર અણહિલના નામ પરથી “અણહિલપુર પાટણ” રાખ્યું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free