Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર3 Marks
Question
પરિચય આપો: મહમ્મદ પયગંબર
✓
Answer
મુહમ્મદ એ ઇસ્લામના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્મ $12$ રબી ઉલ અવ્વલને સોમવારે, $22$ એપ્રિલ ઈ.સ. $571$ માં અરબસ્તાનનાં મક્કા શહેરમાં થયો હતો. ચાલીસ વર્ષની વયે તેમને ઈશ્વરે દૂત (પયગંબર) બનાવ્યા અને તેમણે લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો, ત્યારથી ઇસ્લામમાં તેઓ પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) તરીકે ઓળખાયા. જેનો અર્થ “અલ્લાહની દયા એમના પર થજો” થાય છે. મક્કામાં તેમણે ધર્મનો પ્રચાર (તબ્લિગ) શરૂ કર્યો. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વીકારવા લાગ્યા, પરંતુ કુરેશના કેટલાક લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મથી બચવા (સ.અ.વ.) સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઈ ઈ.સ. $622$ માં તેમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમાં હિજરત કરી. અહીંથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારંભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશંસા પામેલ”. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનું આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનું, રોઝા રાખવાનું, દાન આપવાનું અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યું. તેઓ $63$ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.