Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીતમે સાપથી ડરો છો કે?2 Marks
Question
સાપ માણસજાતને શી રીતે ઉપયોગી બને છે $?$
✓
Answer
સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાનાં જીવડાં, ઇયળોથી લઈને નાનાં$-$મોટાં પ્રાણીઓ છે. મુખ્યત્વે $80$ ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સહુથી વધુ બગાડ આવાં પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્તવયનો સાપ સરેરાશ રોજ $3$ થી $5$ ઉંદર પ્રજાતિનાં પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સહુથી વધુ $23$ ટકા બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.