Question
સમાનતા એટલે શું? તે શા માટે જરૂરી છે?

Answer

સમાનતા એટલે 'સૌ સમાન, સૌને સન્માન' એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ.

સમાનતા શા માટે જરૂરી છે?
  • વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે.
  • આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે.
  • ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
  • આ કાયદા આધારે ધર્મ, વ્યક્તિગત વિકાસ, ભાષા કે બોલી, લિંગ, શિક્ષણ અને વિચારની અભિવ્યક્તિમાં સમાનતા મળે છે.
  • સૌને ભણવા, વિકસવા, ધંધા-રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે.
  • આપણા સ્વમાનને જાળવી રાખવા માટે અને ન્યાય તથા મતાધિકારમાં સમાનતા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free