Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 °C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય, તો વાતાવરણનું તાપમાન (વાતાવરણ કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે.) = ......
કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?
એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો .....
આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)