Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફરજ પરનો પોલીસ કર્મચારી મોટર જેવી તેને પાર છે કે તે ગતિ કરતી મોટરના હોર્નના અંતરાલમાં $10 \%$ ધટાડો નોંધે છે. જો અવાજની ઝડ૫ $330 \,m / s$ હોય તો મોટરની ઝડપ .......... $m / s$
$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)
$20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.
સ્વરકાંટો અને $95 cm$ અથવા $100 cm$ ના સોનોમીટરનો તારને સાથે કંપન કરાવતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
સ્વરકાંટો અને એક હવાસ્તંભ, જેનું તાપમાન $51^{\circ} C$ છે.તે પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો હવાસ્તંભનું તાપમાન ઘટાડવામાં આવે તો પ્રતિ સેકન્ડ સ્પંદની સંખ્યા ઘટે છે. જ્યારે તાપમાન $16^{\circ} C$ થાય છે. ત્યારે પ્રતિ સેકન્ડ સ્પંદની સંખ્યા $1$ થાય છે. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હશે.