Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t= 0$ સમયે $x-$દિશામાં ગતિ કરતાં તરંગ માટે વિક્ષેપ (disturbance)$y (x, t)$, $y = \frac{1}{{1 + {x^2}}}$ મુજબ અને $t= 2\;s$ દરમિયાન $y = \frac{1}{{\left[ {1 + {{\left( {x - 1} \right)}^2}} \right]}}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. જો તરંગનો આકાર ગતિ દરમિયાન બદલાતો ના હોય તો તરંગનો વેગ $m/s$ માં કેટલો થાય?
$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
એક તરંગ સરળ આવર્ત ગતિ કરે છે તેનો આવર્ત $4 $ સેકન્ડનો છે જ્યારે અન્ય તરંગનો આવર્ત $3 $ સેકન્ડ છે. જો બંને તરંગો ભેગા થાય, તો આ પરિણામી તરંગનો આવર્ત કેટલો થાય?
ચામાચીડિયું $10\,ms^{-1}$ ના વેગથી દીવાલ તરફ $8000\,Hz$ આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને $f$ આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો $f$ નું મૂલ્ય $Hz$માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ$= 320\,ms^{-1}$ )
સ્થિર ઉદગમ $500\, Hz$ આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે $480\, Hz$ અને $530\, Hz$ આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ $m\,s^{-1}$ માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ $= 300\, m/s$)