અક્ષત વિધાલયમાં યોજાયેલ શાનદાર પારિતોષિક વિતરણ સમારંભ
તા.$16-2-2017$ અમારી શાળા અક્ષત વિધાલયમાં તા.$15-2-2017$ના રોજ પારિતોષિક સમારંભ યોજાઈ ગયો. સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા સમારંભના અધ્યક્ષ સ્થાને હતા. સવારે $9:45$ વાગ્યે શાળાના સભાખંડમાં વિધાર્થીઓ, વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો આવી ગયા. $9:00$ વાગ્યે શાળામાં આચાર્યશ્રી પંકજભાઈ શાહ સાહેબ, મુખ્ય અતિથી શ્રી ભગવાનકુમાર શર્મા સાથે પ્રવેશ્યા. આચાર્યશ્રીએ તેમનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. સમારંભની શરુઆત ‘વિધા દે દેવી શારદા’ પ્રાર્થનાથી થઈ. અમારી શાળાના સંસ્કૃતિક કાર્યક્રમનાં ઇન્ચાર્જ રુચિબેનને સૌ પ્રથમદ્ધોરણ$-10, 12$ના વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલા વિધાર્થીઓના નામોની જાહેરાત કરી. ત્યાર પછી જિલ્લા, રાજ્યક્ક્ષાએ રમત-ગમતમાં પ્રથમ-દ્વિતીય અને તૃતીય આવનાર વિધાર્થીઓના નામની જાહેરાત કરી. ચિત્ર, સંગીત, વકૃત્વ સ્પર્ધા, મ્હેંદી હરીફાઈ, કેશગૂંથન હરીફાઈ, દેશભક્તિ ગીત સ્પર્ધા જેવી વિવિધ શાળાકક્ષાએ જે જે હરીફાઈઓ થઈ હતી તેનાં પ્રથમ, દ્વિતીય આવનાર નામો જેમ જેમ બોલાતા ગયા તેમ તેમ મુખ્ય અતિથિ, આચાર્ય, અન્ય શાળામાંથી બોલાવેલ આમંત્રિત મહેમાનોનાં વરદહસ્તે ઇનામો વિતરણ થવા લાગ્યા હતા. શાળાએ ઈનામોમાં ચંદ્રકો, પુસ્તકો ને પ્રમાણપત્રો ઉપરાંત કંપાસબોક્ષ, પેનો, નોટબુકો, ચોપડાઓ વગેરે વિજેતા વિધાર્થીઓને આપ્યાં. અંતમાં શાળાના સુપરવાઈઝર સાહેબશ્રીએ સૌનો આભાર માંની કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.