Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
$\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થા $300 \,K$ છે તે $50 \%$ કાર્યક્ષમતા ધરાવે છે તો પ્રાપ્તિસ્થાનનું .......... $K$ તાપમાન વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતા $70 \%$ જેટલી થાય ?
એક મોલ $O _2$ વાયુનું કદ એ $0 ^{\circ} C$ એ રહેલા $22.4 \;ltr$ જેટલુ છે. તેને સમતાપી રીતે $1\; atm$ દબાણમાં દબાવવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \;ltr$ થાય. આ પ્રક્રિયામાં થતું કાર્ય ......$J$ હશે?
શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?