Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કોપર તારને તેના બંને છેડેથી બાંધવામાં આવ્યો છે. $50^{\circ} C$ તાપમાને નહિવત તણાવ સાથે તાર બાંધેલો છે. જો $Y=1.2 \times 10^{11}\,N / m ^2, \alpha=1.6 \times 10^{-5} \,\rho^{\circ} C$ અને $\rho=9.2 \times 10^3 \,kg / m ^3$, હોય તો $30^{\circ} C$ તાપમાને તારમાં લંબગત તરંગની ઝડપ ............... $m / s$ હોય
ધ્વનિનો સ્ત્રોત $f_0$ આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ $v_s$ ($v_s < v$, જ્યાં $v$ હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ $v_0$ વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ $f$ નો વેગ $v_0$ સાથેનો આલેખ કયો મળશે?
એક ખીણમાં લટકતો પુલ બાંધવાનો છે. જ્યાં દર $5$ સેકન્ડે પવન ફુકાય છે. પુલના કોઈ નાના ભાગ પર લંબગત તરંગની ઝડપ $400\, m / s$ આંકવામાં આવી છે. પુલની ............. $m$ લંબાઈ માટે પુલ પર તેની મૂળભુત આવૃતિએ અનુનાદીય ગતિનો ખતરો વધારે હશે.
અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
બે પ્રગામી તરંગો $y_1=2 \sin 2 \pi(10 t-0.4 x)$ અને $y_2=4 \sin 2 \pi(20 t-0.8 x)$ એક જ બિંદુ પર સંપાત થાય છે. તો $I_{\max}$ નો $I_{\min}$ સાથે ગુણોત્તર કેટલો છે $?$
દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?