Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો5 Marks
Question
ટૂંક નોંધ લખો: ક્ષોભ આવરણ (Troposphere)
✓
Answer
પૃથ્વીસપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર $16 \ km$, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર $12 \ km$ અને ધ્રુવો પર આશરે $8 \ km$ ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ક્ષોભ આવરણમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય છે. આ આવરણમાં વાતાવરણનાં તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે જોવા મળે છે. આ આવરણમાં પ્રતિ $1 \ km$ ની ઊંચાઈએ આશરે $6.5 ^\circ \text{C}$ ના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને 'ક્ષોભ સીમા' (Tropopause) કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.