Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો4 Marks
Question
ટૂંક નોંધ લખો: મીરાંબાઈ
✓
Answer
મીરાંબાઈ રાજસ્થાનમાં મેડતાના રાજાનાં રાજકુમારી હતાં. તેમનો જન્મ ઈ.સ. $1498$ માં થયો હતો. તેમનાં લગ્ન મેવાડના રાજપરિવારમાં થયાં હતાં. તે નાનપણથી જ કૃષ્ણભક્ત હતાં. તે શ્રીકૃષ્ણને ગિરિધરગોપાલના રૂપમાં પૂજતાં હતાં. 'મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ' એ તેમનો જીવનમંત્ર હતો. મીરાંબાઈ એક ભક્ત કવયિત્રી હતાં. તેમણે કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણાં પદો રચ્યાં છે. મીરાંબાઈનાં પદો નરસિંહ મહેતા અને સંત કબીરનાં પદો જેટલાં જ લોકપ્રિય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.