Question
ટૂંકનોંધ લખો $:$ ભારતીય મંદિર સ્થાપન શૈલીઓ

Answer

ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ, પરંતુ તેના નિર્માણને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે. જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. નાગરશૈલી $:-$ ઈ.સ. $5$ મી સદી પછી ભારતના ઉત્તરભાગ $($હિમાલય$)$ થી માંડી વિધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈડાકાર શિખરવાળા બનાવવામાં આવતાં. આ શૈલીનાં મંદિરોમાં જગન્નાથ મંદિર $($પુરી$)$, કોણાર્ક $($ઓડિશા$)$ અને મોઢેરા $($ગુજરાત$)$નું સૂર્ય મંદિર તેમજ ખજૂરાહોના મહાદેવ મંદિર $($મધ્યપ્રદેશ$)$ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. દ્રવિડ શૈલી $:-$ દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીનાં મંદિરોમાં બૃહદેકાર $($રાજરાજેતાર$)$ નું મંદિર $($તમિલનાડુ$)$, મીનાક્ષી મંદિર $($મદુરાઈ$)$, મહાબલિપુરમનું રથમંદિર $($તમિલનાડુ$)$ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. વેસર શેલી $:-$ મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોય સળેશ્વરનું મંદિર $($હલેબીડ, કર્ણાટક$)$ અને ચેન્ના કેશવ મંદિર $($બેલુર, કર્ણાટક$)$ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free