આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)4 Marks
Question
ટૂંકનોંધ લખો: ભીલ જનજાતિ
✓
Answer
ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના છે. જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા છે. સોળમી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્નસંગ્રહ સાથે જોડાયેલા રહ્યા છે. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં લોકોની વસતિ વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં ભીલ જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ-વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.