Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો4 Marks
Question
ટૂંકનોંધ લખો: રામાનુજાચાર્ય
✓
Answer
રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક હતા. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરાબુદર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા. એમણે શ્રી ભાષ્ય, વેદાંતદ્વીપ, શ્રી રંગગદ્ય વગેરે નવ ગ્રંથોની રચના કરી હતી. તેઓ $120$ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શ્રી રંગપટ્ટણમ ખાતે અવસાન પામ્યા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.