Question
ટૂંકનોંધ લખો: રાષ્ટ્રકૂટ વંશ

Answer

દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતા રાષ્ટ્રકૂટ વંશ સત્તા ઉપર આવ્યો હતો. રાષ્ટ્રકૂટનો અર્થ "રાષ્ટ્ર" કે "પ્રાંતનો વડો અધિકારી" એવો થાય છે. એમ માનવામાં આવે છે કે રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક એ જાતિનો કોઈ એક અધિકારી હતો અને તે ઉપરથી તેનું નામ રાષ્ટ્રકૂટ પડ્યું હશે. આ વંશના અનેક શાસકોમાં ગોવિંદ ત્રીજો નામનો શક્તિશાળી શાસક થયો હતો. તેણે આઠમી સદીમાં દખ્ખણમાં તેની સત્તા સર્વોપરી બનાવી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free