Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ વિધાનપરિષદ
✓
Answer
રાજ્ય સરકારનાં મુખ્ય અંગો : ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજયની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતમાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાનપરિષદ છે. વિધાનપરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનાં મતદાર મંડળો ચૂંટે છે. વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર $30$ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે. વિધાનપરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાનપરિષદ રાખવી કે નહિ તે અંગે નો નિર્ણય જે તે રાજ્ય સરકાર કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.