Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક થરમૉડાઇનેમિક તંત્ર ચાર તબક્કા દ્વારા ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન સંકળાયેલા ઊર્જાનાં મૂલ્યો $Q_1 = 600 J, Q_2 = - 400 J, Q_3 = -300 J$ અને $Q_4 = 200 J $ છે તથા કાર્યનાં મૂલ્યો અનુક્રમે $W_1 = 300 J, W_2 = -200 J, W_3 = -150 J$ અને $W_4$ છે, તો $W_4$ = ….. $J$
એક સાયકલના ટાયરમાં $27^{\circ}\,C$ તાપમાને હવાનું દબાણ $270\,KPa$ છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}\,C$ થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ $.........\,KPa$ થશે.
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?
આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
$C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.