Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.
એક ઉષ્મા એન્જિન$1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?
કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\,\%$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $40^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા $30 \%$ જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... $K$ થશે.
એક વિદ્યુત ઉપકરણ તંત્રને $6000\, {J} / {min}$ જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર $90\, {W}$ નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં $2.5 \times 10^{3}\, {J}$ જેટલો વધારો કરવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?