Sample Questionsપ્રસારમાન questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે $?$
- ✓
$\bar{x}$
- B
$M$
- C
$M^{0}$
- D
$Q^{3}$
Answer: A.
View full solution →એક માહિતીનાં $75 \%$ અવલોકનો $38$ થી વધુ અને $25 \%$ અવલોકનો $50$ થી વધુ છે. આ માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો.
Answer: C.
View full solution →એક શોપિંગ મોલમાં પાછલા અઠવાડિયામાં અનુક્રમે $730, 824, 594, 638, 912, 1152$ અને $2194$ લોકોએ મુલાકાત લીધી હતી. આ માહિતીનો વિસ્તાર જણાવો.
- A
$1164$
- ✓
$1600$
- C
$558$
- D
$1042$
Answer: B.
View full solution →$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે $?$
Answer: C.
View full solution →અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.
Answer: A.
View full solution →$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
View full solution →એક માહિતીનું પ્રમાણિત વિચલન $12$ છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે $?$
View full solution →છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક $25$ ઇંચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક $20 \%$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે $?$
View full solution →જો $25$ અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો $400$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય $?$
View full solution →એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન $2$ કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન $4$ સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
View full solution →જો ચલ $X$ નું ચતુર્થક વિચલન $12$ હોય અને $3x+4 y-20=0$ હોય, તો નું ચતુર્થક વિચલન શોધો.
View full solution →જો $x$ નું પ્રમાણિત વિચલન $2$ હોય, તો $(12 - 3x)$ નું વિચરણ શું થાય $?$
View full solution →જો ચલ $x$ નું પ્રમાણિત વિચલન હોય, તો $(\frac{x-5}{k}$) નું પ્રમાણિત વિચલન શોધો.
View full solution →જો $2x + 3y = 10$ હોય અને નું પ્રમાણિત વિચલન $15$ હોય, તો નું $y$ પ્રમાણિત વિચલન શોધો.
View full solution →જો $X$ નું વિચરણ $25$ હોય અને $y = 3x + 2$ હોય, તો નું પ્રમાણિત વિચલન શોધો.
View full solution →નીચેના પૈકી કઈ શ્રેણી વધુ સ્થિર છે $?$
| વીગત |
શ્રેણી $A$ |
શ્રેણી $B$ |
| અવલોકનોની સંખ્યા |
$40$ |
$50$ |
| સરેરાશ |
$25$ |
$30$ |
| મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો |
$640$ |
$1800$ |
View full solution →એક શહેરમાં છેલ્લા દસ દિવસોમાં ટ્રાફિક પોલીસ ખાતા દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગને લીધે વાહનધારકોને અપાતા ચલણ $($ટૅમ$)$ ની સંખ્યા અનુક્રમે $\{20, 42, 55, 60, 48, 80, 95, 70, 10\}$ અને $50$ છે.આ માહિતી પરથી વાહનધારકોને મળતા ચલણનો ચલનાંક શોધો.
View full solution →એક શાળાના $20$ વિદ્યાર્થીઓ દરરોજ સોશિયલ મીડિયામાં જે સમય ગાળે છે તેનું વિતરણ નીચે મુજબ છે.
| સોશિયલ મીડિયામાં ગાળેલો સમય $($મિનિટ$)$ |
$30$ |
$50$ |
$100$ |
$120$ |
$150$ |
| વિદ્યાર્થીઓની સંખ્યા |
$4$ |
$7$ |
$6$ |
$2$ |
$1$ |
આ માહિતી પરથી સરેરાશ વિચલન શોધો. View full solution →મોબાઇલ ફોનની એક દુકાનમાં છેલ્લા $30$ દિવસોમાં વેચાયેલા મોબાઇલ ફોનનું વિતરણ નીચે આપેલું છે. આ માહિતી પરથી દિવસ દીઠ વેચાયેલા મોબાઇલ ફોનની સંખ્યાનો સરેરાશ વિચલનાંક શોધો.
| ફોનની સંખ્યા |
$5$ |
$6$ |
$7$ |
$8$ |
$9$ |
| દિવસોની સંખ્યા |
$1$ |
$8$ |
$12$ |
$8$ |
$1$ |
View full solution →સાત અવલોકનો $12, -3, 0, 18, 9, -5, 21$ માટે ચતુર્થક વિચલનાંક શોધો.
View full solution →$60$ ગુણની એક કસોટીમાં $100$ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક $40$ અને પ્રમાણિત વિચલન $5.1$ છે. ત્યાર બાદ માલૂમ પડ્યું કે, એક વિદ્યાર્થીના $40$ ગુણ હતા. પરંતુ ભૂલથી તે $50$ લેવાઈ ગયા હતા. આ માહિતી પરથી ગુણના પ્રમાણિત વિચલનની સુધારેલ કિંમત શોધો.
View full solution →બે શાળામાં છેલ્લાં દસ વર્ષમાં ધોરણ $12$ ની બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્ર વિષયમાં $100$ માંથી $85$ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે.
| વર્ષ |
$1$ |
$2$ |
$3$ |
$4$ |
$5$ |
$6$ |
$7$ |
$8$ |
$9$ |
$10$ |
| શાળા $A$ |
$17$ |
$13$ |
$14$ |
$26$ |
$53$ |
$29$ |
$79$ |
$36$ |
$49$ |
$84$ |
| શાળા $B$ |
$22$ |
$37$ |
$10$ |
$20$ |
$56$ |
$52$ |
$37$ |
$14$ |
$48$ |
$4$ |
બંને શાળાના આ વિદ્યાર્થીઓની સંખ્યાના ચલનાંક શોધો અને સરખાવો. View full solution →$15$ એકમોના એક નિદર્શનો મધ્યક $3.5$ અને તેનું પ્રમાણિત વિચલન $3$ છે. $22$ એકમોનાં બીજાં નિદર્શનો મધ્યક $4.7$ અને તેનું પ્રમાણિત વિચલન $4$ છે.આ માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન મેળવો.
View full solution →એક $FM$ રેડિયો ચેનલે રેડિયો જોકી $(RJ)$ ની પસંદગી માટે રાખેલી સ્પર્ધામાં $48$ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. તેમણે સ્પર્ધા દરમિયાન બોલવામાં કરેલી ભૂલોનું વિતરણ નીચે મુજબ છે.
| ભૂલની સંખ્યા |
$6$ |
$7$ |
$8$ |
$9$ |
$10$ |
$11$ |
$12$ |
| સ્પર્ધકોની સંખ્યા |
$3$ |
$6$ |
$9$ |
$13$ |
$8$ |
$5$ |
$4$ |
આ માહિતી પરથી સ્પર્ધકોએ કરેલી ભૂલોની સંખ્યાનો ચલનાંક શોધો. View full solution →એક ફાઇનાન્સ બૅન્ક દ્વારા $30$ વ્યક્તિઓને અપાયેલ ધિરાણ $($લાખ માં$)$ નું વિતરણ નીચે મુજબ છે.
| ધિરાણ $($લાખ $₹)$ |
$12 – 16$ |
$17 – 21$ |
$22 – 26$ |
$27 – 31$ |
$32 – 36$ |
| વ્યક્તિઓની સંખ્યા |
$2$ |
$3$ |
$14$ |
$8$ |
$3$ |
આ માહિતી પરથી ધિરાણનું સરેરાશ વિચલન શોધો. View full solution →એક કંપનીના છેલ્લાં $100$ દિવસોના ઉત્પાદનમાં થયેલ ખામીવાળા એકમોના ઉત્પાદનની વિગત નીચે મુજબ છે.
| ખામીવાળા એકમોની સંખ્યા |
$1$ |
$2$ |
$3-4$ |
$5-8$ |
$9-14$ |
$12-25$ |
$26-50$ |
| દિવસોની સંખ્યા |
$8$ |
$12$ |
$18$ |
$24$ |
$18$ |
$12$ |
$8$ |
આ માહિતી પરથી દિવસ દીઠ ખામીવાળા એકમોની સંખ્યાનો ચલનાંક શોધો. View full solution →એક ટ્રાન્સપોર્ટ કંપની પાસે $100$ ટ્રક છે. નિભાવ માટે બધી જ ટ્રકોને તપાસતાં, ટ્રકમાં જોવા મળતી ખામીઓની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે.
| ખામી સંખ્યા |
$0$ |
$1$ |
$2$ |
$3-4$ |
$5-8$ |
$9-14$ |
$15-25$ |
| ટ્રકની સંખ્યા |
$8$ |
$12$ |
$18$ |
$24$ |
$18$ |
$12$ |
$8$ |
આ માહિતી પરથી ટ્રક દીઠ ખામીની સંખ્યાનો વિસ્તાર, વિસ્તારાંક, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. View full solution →એક ઇલેક્ટ્રૉનિક દુકાનમાં છેલ્લા $50$ દિવસોમાં વેચાયેલ ઉપકરણોનું વિતરણ નીચે મુજબ છે.
| ઉપકરણોનું વેચાણ $($થી ઓછું$)$ |
$2$ |
$4$ |
$6$ |
$8$ |
$10$ |
$12$ |
| દિવસોની સંખ્યા |
$5$ |
$18$ |
$31$ |
$41$ |
$46$ |
$50$ |
આ માહિતી પરથી ઉપકરણોના વેચાણનો ચલનાંક શોધો. View full solution →એક બૅટ્સમૅને ક્રિકેટની $100$ વન$-$ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે.
| રન |
$30-40$ |
$40–50$ |
$50–60$ |
$60-70$ |
$70-80$ |
$80-90$ |
| મૅચની સંખ્યા |
$17$ |
$28$ |
$21$ |
$15$ |
$13$ |
$6$ |
આ માહિતી પરથી $\bar{x} ± 2s$ રનનો ગાળો શોધો. View full solution →એક ફેક્ટરીના $20$ કામદારો તેમની કામગીરીને ધ્યાનમાં રાખી બોનસ પેટે $₹.1000$ થી $₹.5000$ મેળવે છે. તેનું વિતરણ નીચે મુજબ છે
| બોનસ $($માં$)$ |
$1000$ |
$2000$ |
$3000$ |
$4000$ |
$5000$ |
| $5000$ કામદારોની સંખ્યા |
$3$ |
$5$ |
$6$ |
$4$ |
$2$ |
આ માહિતી પરથી બોનસનો વિસ્તારાંક, ચતુર્થક વિચલન તથા પ્રમાણિત વિચલન મેળવો. View full solution →