Questions

કહેવત

🎯

Test yourself on this topic

23 questions · timed · auto-graded

Question 11 Mark
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
Answer
સમજૂતી – જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે. અપના હાથ જગન્નાથ.
View full question & answer
Question 21 Mark
'ધરડાં ગાડા વાળે' - કહેવત સમજાવો.
Answer
અનુભવી લોકોની સલાહ ખરે સમયે કામ લાગે..
View full question & answer
Question 31 Mark
'અધૂરો ઘડો છલકાય ઘણો.' - કહેવત સમજાવો.
Answer
જ્ઞાન અપૂર્ણ હોવા છતાં જ્ઞાનીપણાનું અભિમાન કરવું
View full question & answer
Question 41 Mark
‘મીઠાં ઝાડના મૂળ ખાવા' - કહેવત સમજાવો.
Answer
ભલી વ્યક્તિની સારપનો ગેરલાભ ઉઠાવવો.
View full question & answer
Question 51 Mark
'ઝાઝી કીડીઓ સાપને તાણે' - કહેવત સમજાવો.
Answer
નાના હોવા છતાં ઘણા લોકો ભેગા થાય તો મોટું કામ કરે.
View full question & answer
Question 61 Mark
‘જ્યાં પંચ ત્યાં પરમેશ્વર’
Answer
એકતામાં પ્રભુતાનો વાસ છે
View full question & answer
Question 71 Mark
‘જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ’
Answer
પોતાનું સ્થાન નગણ્ય હોવા છતાં ‘સઘળો વહીવટ પોતાના હાથમાં જ છે', તેવ આડંબર કરવા.
View full question & answer
Question 81 Mark
‘ઘરડાં ગાડાં વાળે ‘
Answer
અનુભવી લોકોની સલાહ ખરે સમયે કામ લાગે.
View full question & answer
Question 91 Mark
‘ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે ‘
Answer
જો હાથવગું હોય, પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની
View full question & answer
Question 101 Mark
‘કડવું ઓસડ મા જ પાય’
Answer
જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાનની શિખામણ આપે.
View full question & answer
Question 111 Mark
‘આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ’
Answer
જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, અપના હાથ જગન્નાથ.
View full question & answer
Question 121 Mark
‘અપના હાથ જગન્નાથ’
Answer
પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષજનક અને સારું થાય.
View full question & answer
Question 131 Mark
‘અત્તરનાં છાંટણા હોય, એવા ફૂવારા ન હોય’
Answer
જે-તે ચીજ જરૂર જેટલી જ વાપરવી.
View full question & answer
Question 141 Mark
‘અણીનો ચૂક્યો સો વરસ જીવે’
Answer
એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાના લાભ મેળવે.
View full question & answer
Question 151 Mark
‘અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર’
Answer
મૂર્ખ માણસ એકને બદલે બીજું જ કામ કરે.
View full question & answer
Question 161 Mark
‘વાડ થઈને ચીભડાં ગળે ‘
Answer
રક્ષણ કરનાર પોતે જ નુકસાન કરે.
View full question & answer
Question 171 Mark
‘મોરના ઈંડ ચીતરવા ના પડે’
Answer
મા – બાપનાં લક્ષણો પોતાના સંતાનોમાં કુદરતી રીતે ઊતરી આવે છે.
View full question & answer
Question 181 Mark
‘હાથીના ચાવવાના જુદા ને દેખાડવાના જુદા’
Answer
માણસ જે બોલે છે તે રીતે વર્તતો નથી
View full question & answer
Question 191 Mark
‘ન બોલ્યામાં બવ ગુણ’
Answer
મૌન રહેવું એ સૌથી ઉત્તમ છે.
View full question & answer
Question 201 Mark
‘ઉતાવળે આંબા ન પાકે’
Answer
ધીરજ રાખવાથી કામ સારું થાય છે.
View full question & answer
Question 211 Mark
‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’
Answer
એક સમસ્યા દુર થાય ત્યાં બીજી સમસ્યાઓ તરત જ ઊભી થઇ જાય
View full question & answer
Question 221 Mark
‘દુકાળમાં અધિક માસ’
Answer
મુશ્કેલીના સમયે બીજી મુશ્કેલીનો વધારો થવો.
View full question & answer
Question 231 Mark
‘પાકા ઘડે કાંઠા ન ચડે’
Answer
મોટી ઉમરે કશું નવું શીખી શકાતું નથી.
View full question & answer
કહેવત - Gujarati STD 10 Questions - Vidyadip