લાવરી અને તેના બચ્ચાં:
એક હતી લાવરી, તે તેના બચ્ચાં સાથે મકાઈના એક ખેતરમાં માળો ભાંપીને રહેતી હતી. જ્યાં સુધી મકાઈનો પાક લણવા જેવો ના થાય, ત્યાં સુધી તે સ્થળે તેઓ ખૂબ સલામત હતાં.
એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, “હવે પાક લણવા માટે તૈયાર થઈ ગયો છે. આપણે આ માળો છોડીને કોઈ બીજી જગ્યાએ જવું પડશે."
બીજે દિવસે ખેડૂત ખેતર જોઈ બબડયો, “પાક લણવા માટે તૈયાર થઈ ગયો છે. કાલે મારાં સગાંને બોલાવી પાક લણવાનું શરૂ કરાવીશ."
સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાં બોલી ઊઠયાં, "મા.... મા! ખેડૂત કહેતો હતો કે આવતી કાલે તે તેનાં સગાં સાથે પાક લણવા આવશે."
લાવરી બોલી, "ડરો નહિ, બેટા! તે ખેડૂત કાલે પાક લણી શકશે નહિ." A
બીજે દિવસે સવારે ખેડૂત પાક લણવા ખેતરમાં આવ્યો, પણ તેનાં કોઈ સગાં આવ્યાં નહિ. તેથી તે નિરાશ થઈ ઘેર પાછો હર્યો. તે બોલ્યો, “કંઈ નહિ. કાલે મારા પડોશીઓને પાક લણવા માટે બોલાવી લાવીશ. એ તો જરૂર આવશે જ.”
લાવરીને બચ્ચાઓએ આ વાત કહી અને માળો તરત જ છોડી દેવા લાવરીને જણાવ્યું. લાવરી બોલી, "નહિ બેટા! આપણે અહીંથી જવાનો સમય હજી નથી આવ્યો."
લાવરી જાણતી હતી કે કોઈ પડોશી ખેડૂતને પાક લણવા મદદમાં આવશે નહિ અને એમ જ થયું. ખેડૂત બબડયો, “પારકાં પર આધાર રાખવો જોઈએ નહિ. હવે કાલે હું જાતે જ આ પાક લણવા આવીશ."
સાંજે લાવરી આવી. બચ્ચાં તેને વીંટળાઈ વળ્યાં. તેણે પૂછ્યું. " ५५?"
ભચ્ચાંઓએ ખેડૂતની જાતે પાક લણવાની વાત જણાવી. લાવરીએ બચ્ચાંઓને કહ્યું, "હવે આપણે આ માળો છોડી દેવો ૫ડશે. કાલે ખેડૂત આ પાક ચોક્કસ લણશે જ."
શીર્ષક : જાત મહેનત ઝિંદાબાદ