Question types

પાઠયેત્તર ગધ્યાર્થગ્રહણ question types

21 questions across 1 question group — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

21
Questions
1
Question groups
5
Question types
Sample Questions

પાઠયેત્તર ગધ્યાર્થગ્રહણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

    સ્વાશ્રયથી ઘણા ઉત્તમ ગુણો ખીલી નીકળે છે ને તે ગુણોથી માણસ સુખી થાય છે અને પૂજય ગણાય છે. જે મહાન ગુણ સ્વાશ્રયથી ઉત્પન્ન થાય છે, તે સંતોષ છે અને તેથી તેની જોડે જ ધૈર્ય પણ ચાલ્યું આવે છે. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રયી મનુષ્ય પ્રામાણિક અને ન્યાયી થાય છે. સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય તથા પ્રામાણિકતા એટલા ગુણોનું નામ જ સ્વતંત્રતા કહેવાય છે. જેની તેની વાતની ના જ પાડ્યા કરવી, કે જેમાં-તેમાં દોષ કાઢવા કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી, એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા છે એટલે તે સ્વાશ્રયી છે. તે ઉદ્યોગી હોય, દયાળુ અને શુદ્ધ હોય એમાં કહેવું જ શું ? ટૂંકમાં સ્વાશ્રયથી સવૃત્તિનો ખરો ઉદય થાય છે, ને સર્વદા કલ્યાણ પેદા થાય છે. સ્વાશ્રય વિના કોઈ સુખી કે મોટું થઈ શક્યું નથી. વગવસીલાથી કે ખુશામત-ગુલામીગીરીથી કદાપિ કોઈને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ તે યોગ્ય રીતે દીપે કે ભોગવાય તે માટે સ્વાશ્રયની જ અપેક્ષા છે. સર્વત્ર સ્વાશ્રયી જ વિજયી છે.
$Q.1.$ માણસ સુખી અને પૂજય શાનાથી ગણાય છે?
$Q.2.$ સ્વાશ્રયી મનુષ્ય કેવો હોય છે?
$Q.3.$ સ્વતંત્રતા કોને કહેવાય છે?
$Q.4.$ સવૃત્તિનો સાચો ઉદય શાથી થાય છે?
$Q.5.$ પરિચ્છેદને ઉચિત શીર્ષક આપો.
View full solution
મને તો આ વિશાળ પૃથ્વી એક સ્ટેડિયમ જેવી લાગે છે. એ સ્ટેડિયમમાં વિવિધ હરીફાઈઓ ચાલી રહી છે. ફટકાબાજી થાય છે. બૉમ્બ ઝીંકાય છે. લૂંટફાટ થાય છે અને એકબીજાઓ ઉપર જીવલેણ હુમલાઓ થાય છે. ઍમ્પાયર તરીકે હરિ બેઠો છે પણ હરિને સાંભળે કોણ ? હું કોઈની છાતીમાં કારતૂસ ઘરબી દઉં અને બે હાથ ઊંચા કરીને ‘હાઉઝ ઘેટ’ની જોરદાર અપીલ કરું અને હરિ ઍમ્પાયર મારી અપીલ નકારી કાઢે તો હરિની છાતીમાં ખીલા ઘરબી દેતા હું અચકાઉં નહીં કારણ કે મારી સાથે રમતો ખેલાડી પણ હરીફ છે અને ઍમ્પાયર તરીકે સેવા આપતા હરિ પણ હરીફ છે. ફ્રીકેટના દડા જેવડી પૃથ્વીને જાયને સમજાવે કે હરિ સાથે હરીફાઈ હોય નહીં.
પ્રશ્નો :
$Q.1.$ પૃથ્વી કોના જેવી લાગે છે ?
$Q.2.$ સ્ટેડિયમમાં કેવી કેવી હરીફાઈઓ ચાલી રહી છે ?
$Q.3.$ ઍમ્પાયર કોણ છે ?
$Q.4.$ હરીફ કોણ કોણ છે ? કોની સાથે હરીફાઈ ન હોય ?
$Q.5.$ ગધખંડને યોગ્ય શીર્ષક આપો.
View full solution
પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ સ્વાશ્રયી મનુષ્ય છે તિ તો પોતાને યોગ્ય ન હોય, એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય, તેવા ફળને કદાપિ સ્વીકારતા નથી. તેમને પોતાનાં બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે. તેનાથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવાની ઈચ્છા નથી હોતી એમ નથી. પણ તે બધું પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે. નહીં તો પારકી ખુશામતથી તે લેવાને કદી ઈચ્છતા નથી, તે ન મળે તેનાથી શોક પામતા નથી.

પ્રશ્નો :
$Q.1.$ સ્વાશ્રય એટલે શું ?
$Q.2.$ સ્વાશ્રયી મનુષ્ય કેવાં ફળને સ્વીકારતાં નથી ?
$Q.3.$ સ્વાશ્રયી મનુષ્યના માટે મોટી સમૃદ્ધિ કઈ છે ?
$Q.4.$ સ્વાશ્રયી મનુષ્ય કેવાં સંજોગોમાં પણ શોક કરતા નથી.
$Q.5.$ ગધખંડોમાંથી વિશેષણ-વિશેષ્યની ત્રણ જોડી કરતા નથી.
View full solution
હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં છે. જો આપણે બધા આપણી ફ૨જો બરાબર બજાવીએ તો આપને હકો મેળવવા બહુ દુર નહિ જવું પડે. કો આપની ફરજો બજાવ્યા વગર આપણે હકો પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલો પડીશું તેટલો તે દૂર ને દૂર રહેશે. જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક મનુષ્યનું છે અને દરેક હક અને તેને લગતી ફરજ જાણવી જરૂરી છે. હક પર હુમલો થાય તો તેની સામેનો ઇલાજ જાણી લેવાનો જ હોય છે, તેથી પ્રાથમિક પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજ શોધી કાઢવા જ રહ્યા. મારાં અંગો વડે શ્રેમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઇલાજ છે.
પ્રશ્નો
$Q.1.$ હકનું સાચું મૂળ શેમાં રહેલું છે?
$Q.2.$ ફરજ બજાવ્યા વગર હકો મેળવવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ આવે?
$Q.3.$ જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક કોને કોને છે ?
$Q.4.$ હક સાચવવાનો કયો ઇલાજ છે?
$Q.5.$ ગધખંડને યોગ્ય શીર્ષક આપો.
View full solution
પ્રજાજીવનમાં કોઈ સંસ્થાને આધીન ને ગુણ લક્ષી નેતૃત્વની આવશ્યકતા છે કે કેમ સંસ્થાની મર્યાદાનું બંધન હોય તો તેનું તેજસ્વી વ્યક્તિત્વ કલ્યાણકારી બને. મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને સમર્થન ન આપવું જોઈએ. અનુયાયીઓએ પણ કેવળ અંધ શ્રદ્ધા કે વ્યક્તિ પૂજાથી પોતાના નેતાને પુર્ણાતી પૂર્ણ માની લેવાની ભૂલ ન કરાવી જોઈએ.; કેમ કે સમર્થ માં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. પ્રજાજીવન માં ગુણહીન વંશ લક્ષી મહાનતાને દેશવટો આપી, ગુણલક્ષી  મહતા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે.                                       - સ્વામી સચ્ચિદાનંદ
પ્રશ્નો
$Q.1.$ પ્રજાજીવનમાં શેની આવશ્યકતા છે ?
$Q.2.$ કોણે પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ.
$Q.3.$ કોણ પામર હોય છે ?
$Q.4.$ લેખકના માટે કયું પાયાનું કામ છે ?
$Q.5.$ ગધખંડ ને યોગ્ય શીર્ષક આપો.
View full solution

Generate a પાઠયેત્તર ગધ્યાર્થગ્રહણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App