સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી,
છે સુખડ ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી.
સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે,
કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.
લાજ-મર્યાદા, શરમ, ગૌરીવ્રતોની હારમાં
ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી.
જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે,
વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
શૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં
રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.
પ્રશ્નો :
$Q.1.$ દીકરી સ્વર્ગમાં કયા રૂપે દેખાય છે?
$Q.2.$ દીકરીની સમજણ વિસ્તરી છે તેવું શા કારણે કહી શકાય?
$Q.3.$ કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?
$Q.4.$ કોના મનોભાવોને અહીં વાચા અપાઈ છે?
$Q.5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
View full solution →છે સુખડ ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી.
સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે,
કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.
લાજ-મર્યાદા, શરમ, ગૌરીવ્રતોની હારમાં
ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી.
જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે,
વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
શૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં
રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.
પ્રશ્નો :
$Q.1.$ દીકરી સ્વર્ગમાં કયા રૂપે દેખાય છે?
$Q.2.$ દીકરીની સમજણ વિસ્તરી છે તેવું શા કારણે કહી શકાય?
$Q.3.$ કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?
$Q.4.$ કોના મનોભાવોને અહીં વાચા અપાઈ છે?
$Q.5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.