તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેનો એક અહેવાલ તૈયાર કરો.
Answer
પાણીની સમસ્યા તા. $8-4- 19$
અમારા લુણાવાડા તાલુકામાં પાણીની કાયમી સમસ્યા છે. ચોમાસામાં ચાર માસ જ પાણીની થોડી રાહત રહે છે. બાકીના આઠ માસ પાણી માટે અમારે વલખાં મારવાં પડે છે. એમાંય ઉનાળામાં તો પરિસ્થિતિ કપરી બની જાય છે. આમ તો અમારા વિસ્તારમાં ખેતરે ખેતરે કૂવા છે. પરંતુ શિયાળાના બે માસ દરમિયાનમાં જ કૂવાનાં પાણી સુકાઈ જાય છે અથવા ખૂબ ઊંડાં ઊતરી જાય છે. લોકો દૂર દૂર સુધી જઈને ઊંડા કૂવામાંથી પાણી લઈ આવે છે. પાણી ખેંચવાનું દોરડું એટલું બધું લાંબું અને ભારે હોય છે કે એક જણને ખાસ આ દોરડું ઊંચકીને ચાલવું પડે છે.
સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે છૂટક છૂટક પ્રયત્નો કર્યા છે. દરેક ગામમાં ત્યાંની વસ્તીના પ્રમાણમાં હેન્ડપંપ મૂકવામાં આવ્યા છે. પણ આજે એમાંથી એક પણ હેન્ડપંપમાં પાણી આવતું નથી. અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર કે સરકારી કર્મચારીઓ અમારી સમસ્યા હલ કરવા કોઈ હિલચાલ કરતા નથી. પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ થાય છે. પરંતુ આ રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે, તે જ સમજાતું નથી.
એકલવ્ય શાળામાં યોજાયેલ રમતોત્સવ
તા.$24-12-2016$
અમારી એકલવ્ય શાળામાં ભવ્ય રમતોત્સવની ઉજવણી થઈ. તા.$21$, ડિસેમ્બરથી $23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તા.$21$મીએ રમત ગમતના મંત્રીશ્રીના હસ્તે શાળાની મેદાનમાં ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્ય્યો. ધોરણ-$5$ થી $8$નાં વિધાર્થીઓ માટે $21$ડિસેમ્બર અને ધોરણ-$9$ થી $12$ના વિધાર્થીઓ માટે $22, 23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. $5$ થી $8$ના $125$ જેટલા વિધાર્થી ભાઈ-બહેનોએ લીંબુ-ચમચી, દોરડા કુદ, ગોળા ફેંક જેવી વ્યક્તિગત રમતોમાં તો ખો-ખો, ક્રિકેટ, લંગડી જેવી સામૂહિક રમતોમાં આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. $9$ થી $12$ના વિધાર્થીઓ માટે સ્લો સાઈકલિંગ, $200$ મીઅતર ડોસ, ગોળાફેંક જેવી વ્ય્લ્તિગત રમતો ફૂટબોલ, કબડ્ડી, ક્રિકેટ જેવી સામૂહિક રમતો રાખવામાં આવી હતી. 23મીએ બપોર પછી શાળાના ટ્રસ્ટીશ્રીઠક્કર સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રીના હસ્તકે વિજેતા વિધાર્થીઓ તેમજ વિજેતા ટીમને ચંદ્રકો અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં તેમજ ગ્રુપને રનીંગ ટ્રોફી આપવામાં આવી. વિધાર્થી – શિક્ષકો – વાળી મંડળ સભ્યો – શાળામાં આમંત્રિત મહેમાનો બધા 23મી એ સાંજના ચા-પાણી અને અલ્પાહાર કરી છૂટા પડ્યા.
નદીમાં ભારે પુરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકશાન થયુ છે, તે હકીકતનું વર્ણન કરતો અહેવાલ તૈયાર કરો.
Answer
પૂરે વેરેલો વિનાશ
બાલાસિનોર, તા. $8- 10 - 2016$
છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એકધારું મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે.
મહી નદીમાં પણ ઘોડાપુર આવ્યા છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યાં છે. કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. પાકાં મકાનોમાં ચાર-ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહીકાંઠા સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાક લોકો ત્રણ-ત્રણ દિવસથી કંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈ કાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે. વરસાદનું જોર ઘટતાં ધીમેધીમે પૂરનાં પાણી ઓસર્યા માંડ્યાં છે. પરંતુ ઠેરઠેર પશુઓના પડી રહેલા મૃતદેહો અને કાદવકીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષો ના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગરવાડા પુલ નો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે તેથી આ પુલ પર સમગ્ર વાહનવ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. સરકારી મદદ તો મળતા મળશે પરંતુ સામાજિક સંસ્થાઓએ તો રાહતકાર્ય શરૂ પણ કરી દીધું છે. આથી અસરગ્રસ્તોને ઠીકઠીક રાહત મળી રહી છે.
નિવૃત્ત થતા શિક્ષક નો વિદાય સમારંભ
રણોલી, તા. $30 - 4 - 2016$
અમારી શાળા ‘સાર્વજનિક વિદ્યાલય’ ના અંગ્રેજી વિષયના સંનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર વય મર્યાદાના કારણે આ વર્ષે નિવૃત્ત થવાના હતા. તેનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં તા. $25-4-2016$ ના રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશી ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીઓ પરિચય આપ્યો. પછી શ્રી બચુભાઈ નું અધ્યક્ષશ્રી ના હસ્તે શાલ ઓઢાડી તથા સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થી શ્રી બચુભાઈ શિક્ષક તરીકે યશસ્વી કારકિર્દીનાં ભરપેટ વખાણ કર્યા. આ સૌ વક્તાઓના મુખ્ય સૂર એવો હતો કે શ્રી બચુભાઈ ની નિયમિતતા, તેનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યાં હતાં. શ્રી બચુભાઈ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહિ.
શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને ર $21,000$ના ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી બચુભાઈ આ રકમ શાળાના પુસ્તકાલય ના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતમાં સૌને આઈસ્ક્રીમ વહેચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
તમરી શાળામાં ઊજવાયેલા પ્રજાસતાકદિનની ઉજવણીનો અહેવાલ એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer
પ્રજાસત્તાકદિનની ઉજવણી
દિહોર,
તા. $28-1-2016$
26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની (રદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અમારી શાળામાં સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાત સાત ૨ દાદામાં અાવી પહોંચ્યા હતાં. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે એ મેદાન પર ગોઠવાઈ ગયું હતું, ધોરણ $10$ની પરીક્ષામાં $92 \%$ શા મેળવી શાળાનું પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી આશિષ ચિત્રા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આશિષે તેના થનમમાં દેશના નામી અનામી શહીદો નું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવાના દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને પાસા વહેંચવામાં આવ્યાં.
પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં પ્રાર્થના ખંડ માં એક સાંસ્કૃતિક કાકા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાર્થના ખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ની, અમર શહીદ' નામનું એકાંકી અને એકપાત્ર અભિનય વગેરે.રજુ કરવામાં આવ્યા હતા. ધોરણ $8$ થી $12$ના લગભગ $200$ વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો.
કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ જનનાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા.
અગિયાર વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.
તમારી શાળામાં એસ.એસ.સી. ના વિધાર્થીઓને વિદાય આપવા યોજાયેલા આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer
એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
આણંદ, તા. $11 - 2 -2016$
એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ તા. $10 – 2 – 2016$ના રોજ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળા અને આસોપાલવના તોરણ વડે પ્રાર્થના ખંડ ને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌને તેમને ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થના થી વિદાય સમારંભ શરૂ થયો. મારા વર્ગશિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું. મારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલ મહેમાનશ્રીઓ ટૂંકો પરિચય આપ્યો.
અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમને શાળા માંથી પ્રાપ્ત થયેલા સંસ્કાર જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી. મારા શિક્ષકોએ મને એસ.એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી અને સારા નાગરિક બનાવવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીકાળ અને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે મને જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. તેના નીતિપરાયણ જીવન જીવવાનો અને બોધ આપ્યો. અંતમાં તમારા આચાર્યશ્રીએ મને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું.
કાર્યક્રમના અંતે સૌને આઇસક્રીમ નું વિતરણ કરવામાં આવ્યું. અમે આઇસક્રીમ ખાઇને ભારે હૈયે શાળાની વિદાય લીધી.
આ વખતે તમારા ગામમાં લાગલગાટ ત્રીજા વર્ષે કારમો દુકાળ પડ્યોછે. શહેરમાં યોજાયેલા તમારા ગામવાસીઓના એક સ્નેહસંમેલનમાં રજુ કરવા માટે, ગામની સ્થિતિ વિશેનો અહેવાલ તૈયાર કરો .
Answer
દુષ્કાળગ્રસ્ત ગામની નજરે જોયેલી સ્થિતિનો અહેવાલ
અમદાવાદ,
તા. $15- 4- 2016$
વહાલા ગ્રામવાસીઓ, આપણું ગામ છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળના કારમા પંજામાં સપડાયેલું છે. શહેરમાં વસતા જે લોકો આપણા ગામની મુલાકાત લીધી હશે તેમને ગામની વિકટ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હશે. નહીં હું આપણા ગામની દારુણ સ્થિતિ અહેવાલ ટૂંકમાં રજૂ કરું છું અને આપ સૌને આપણા ગામના લોકોને મદદ કરવા હાર્દિક વિનંતી કરું છું.
ડુંગરની તળેટીમાં આવેલું અને બારે માસ હરિયાળું રહેતું આપણું રળિયામણું ગામ સુખપુર સતત ત્રણ વર્ષના દુષ્કાળ ને લીધે તદન ઉજ્જડ બની ગયું છે. ડુંગરા બાડા થઈ ગયા છે. વૃક્ષો પૂંઠાં બની ગયાં છે. ગામમાં એકેય હેન્ડપંપ માં પાણી આવતું નથી, સરકારી તંત્ર આપણા ગામે ટક્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડે છે, પરંતુ ઢોરો ઘાસચારા અને પાણી માટે કોઈ સગવડ કરવામાં આવી નથી. આથી આપણા ગામમાં પશુધન ભૂખ અને તરસે મરી રહ્યું છે. કેટલાક ગોપાલકો પોતાનાં ઢોર ઢાંખરની સાથે હિજરત કરી ગયા છે. કેટલાંય લોકો પોતાના ઢોરને પાણીના મૂલે વેચી રહ્યા છે. પશુપાલન અને ખેતી પર આધારિત લોકોની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. ગામમાં દૂધ અને અનાજની તીવ્ર અછત પ્રવર્તે છે. સરકારે આપણા ગામમાં રાહતકામ શરૂ કર્યા છે. ગામના મોટાભાગના લોકો રાહત કામમાં મજૂરી કરવા જાય છે, પરંતુ તેમાંથી તેમણે ખપ પૂરતું ધ્યાન મળી રહેતું નથી.
આપણા ગામવાસીઓની વધારે ધાવી એ આપણી નૈતિક ફરજ છે. આપણે તેમને સુખડી અને ઘાસચારો પહોંચાડવાનો પ્રબંધ કરીને આપણા બાંધવો નાં આંસુ લુછી શકીશું.
તમારી શાળાનો વિધાર્થી કે વિધાર્થીની ગુજરાત બોર્ડના પ્રથમ નંબરે આવ્યા છે,એના સન્માનમાં શાળાના યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે ૧૦૦ શબ્દોમાં જણાવો.
Answer
સન્માન-સમારંભ
ગોંડલ,
તા. $30 - 06 -2017$
તા. $28-06-2017$ નો દિવસ શાળા માટે ગૌરવનો હતો. અમારી શાળાની વિદ્યાર્થી પૂર્વી જોશી ગુજરાત બોર્ડની બારમા ધોરણનીપરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી હતી. તે માટે શાળાએ સન્માન-સમારંભ રાખ્યો હતો. સો વિદ્યાર્થીઓ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના ફૂલોથી શણગાર હતી. સન્માન-સમારંભ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓએ સરસ્વતી વંદના નું ગીત કર્યું. ત્યાર પછી આચાર્ય મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી નું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છ થી તેમનું અભિવાદન કર્યું. શાળાના પરિચય આપતાં આચાર્યા પૂર્વ જોશી ની સિદ્ધિને બિરદાવી. મુખ્યમંત્રીના હસ્તે પૂર્વી જોશીને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને શિક્ષણ મંત્રી ના હસ્તે પુષ્પગુચ્છ તથા સ્કોલરશીપ ચેક અર્પણ કરવામાં આવ્યા.
શેક્ષણિક પ્રદર્શન
તા. $20 - 12- 2017$
અમારી સી, એન, વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે તા, $12 - 12-2017$ ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી. શાળાના સૌ કોઈએ આ પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો.
આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં તમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગ ની ઝાંખી કરવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત કેટલાક સાધનો વિદ્યાર્થીઓ જાતે બનાવીને મૂક્યાં હતાં. મહાન વૈજ્ઞાનિકોની તસવીર તેમના પરિચય સાથે ગોદ્ધવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમ્મિતિ ને લગતી વિવિધ આકૃતિ ના સુંદર ચાર્ટ શોભતા હતા.
ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેનાં ચિત્રો અને મલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઇતિહાસ વિભાગમાં મુઘલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારો ની તસવીરો, તેમના જીવન અને કૃતિઓ ની ઝાંખી સાથે શોભતી હતી. કેટલાક કવિઓનાં હસ્તલિખિત કાવ્યોના ચાર્ટર પણ ગોઠવ્યા હતા, ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓ જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ હતો. હોલમાં વિદ્યાર્થીઓ મધુર છે. ગવાયેલી ઈશ્વર સ્તુતિ અને કેટલાંક કાવ્યો ગાન રેકર્ડ સતત સંભાળવા મળતી હતી.આ પ્રદર્શનનો લાભ આસપાસ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ ' તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો.
તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer
આદર્શ શાળામાં ઉજવાયેલ ‘સ્વસ્છતા દિવસ’
તા.$24-2-2017$
અમારી શાળા આદર્શ વિધાલયમાં $23$મી ફેબ્રુઆરી,$2017$નાં રોજ ‘સ્વચ્છતા દિવસ’ યોજવામાં આવ્યો. આં માટે 22મી ફેબ્રુઆરીએ દરેક વર્ગદીઠ વિધાર્થીઓની ટુકડી તૈયાર કરી દરેક ટુકડી માટે એક આગેવાન નક્કી કરવામાં આવ્યો 23મીએ સવારે નક્કી કરેલ સમય મુજબ આગેવાનો અને તેમની ટુકડી સફાઈ કાર્ય માટે લાગી ગઈ. પ્રથમ દરેક વર્ગખંડની સફાઈ કરવામાં આવી. પછી લોબીમાં, પ્રયોગશાળા, પ્રાર્થનાખંડની સફાઈ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યા. ભાર શાળાના મેદાનમાં ને શાળાના બગીચામાં પણ બધો કચરો, કાગળ, નકામાં પાંદડા વગેરે વીણી લઈને એકદમ સ્વચ્છ કરી દીધું. શાળાનાં આ ‘સ્વચ્છતા દિવસ’માં ફક્ત વિધાર્થી ભાઈ-બહેનો જ નહીં પરંતુ શાળાના આચાર્યશ્રી મહેતા સર ને શિક્ષક ભાઈ-બહેનોએ પણ અમને ખૂબ મદદ કરી. ‘સ્વચ્છ શાળા સુંદર શાળા’ લાગવા માંડી. શાળાના મુખ્ય બોર્ડ પર ‘સ્વચ્છતા જ્યાં પ્રભુતા ત્યાં’નું સૂત્ર લખવામાં આવ્યું. શાળાની સ્વચ્છતા જોઇને શાળાના આચાર્ય અને શિક્ષકગણ ખૂબ ખુશ થયા અને દરેક વિધાર્થીને અભિનંદન પાઠવ્યા.
તમારી શાળાએ જરૂરીયાતમંદ વિધાર્થીઓ માટે શરુ કરેલ પુસ્તકબેંકનાં ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer
પુસ્તકબેન્ક
ભાવનગર,
તા. $28-12-2017$
ગયા વર્ષે મારી શાળા શ્રવણ વિદ્યાધામ ના ભૂતપૂર્વ વિધાર્થીનો પ્રિન્સિપાલ પાસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુનકનેન્ક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો અને તે માટે પૂરતો સહકાર આપવાની છે દશવિલ, પ્રિન્સિપાલ ની સંમતિ મળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળીને ધોરણ $3$ થી $12$ સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની પાઠ્યપુસ્તકો પુષ્કળ સંખ્યામાં એકઠા ક્યાં, ભાવનગર ગામની કેટલી સેવાભાવી સંસ્થાઓ તેમજ ધન વરોના નાણાકીય સહકાર થી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર, કમ્પ્યુટર તથા અન્ય સામગ્રીઓ મેળવી. પ્રિન્સિપાલે શાળાનું પુસ્તકાલય ની બાજુમાં જ એક અલગ વિશાળ ખંડ પુસ્ત બેંન્ક માટે ફાળવ્યો. શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થી સ્વયંસેવકોએ મળીને જુદાં જુદાં કબાટમાં પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠ્ઠી દીધા. એક બાજુ કમ્પ્યુટર મૂક્યું હતું. એમાં પુસ્તકને લગતી સંપૂર્ણ માહિતી feed કરી દીધી હતી. આજુબાજુ કેટલા ટેબલ-ખુરશી ગોઠવ્યાં હતાં. આ વિશાળ ખંડ રંગબેરંગી ફૂલોના ત્રણથી સજાવ્યો હતો. dl. $27-12-2017$ ના દિવસે ઉદઘાટનના કાર્યક્રમનો આરંભ સરસ્વતીચંદનાથી થયો. ત્યાર પછી પુસ્તબૅન્કનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામની સેવાભાવી સંસ્થાના અગ્રગણ્ય મહાનુભાવો, પ્રતિષ્ઠિત સંસ્જનો, ભૂતપૂર્વ વિઘાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેટલાક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું. છેવટે પ્રિન્સિપાલે આ પુસ્તક બેંક જેવા ઉમદા કાર્યમાં સહકાર આપનાર અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થનાર જિલ્લા શિક્ષણ અધિકારી, ગામના સેવાભાવી સંસ્થા, દાતાઓ, અન્ય મહેમાન તથા વિશેષ તો તેને આવો સુંદર વિચાર આવ્યો અને તેની જહેમતથી આ કાર્ય પાર પડ્યું એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેના આભાર માન્યો. કાર્યક્રમના અંતે સૌ ભોજન કરી છૂટા પડ્યા.