કાગળ-પેટીમાં બે બળિયા પૂરી બગલમાં લાવ્યો છું.
એકે ભૂરી, લાલ બીજાએ, ચડ્ડી ટૂંકી ચડાવી છે;
બેય ઊભા પૈડાં પર બાંય ચડાવી; નીચે ચાવી છે.
ચાવી દીધી, મૂક્યા છુટ્ટા, તરત શરૂ બાથંબાથી;
‘લે તું!' ‘તું લેતો જા!' – ચાલો હસ્થે જાઓ અચંબાથી.
હમણાં લાલ હઠ્યો, ત્યાં તો ઓ ભૂરો લોથ થયો દીસે;
જોર કરી ઝીંકે મુક્કા, મસ્તક ભટકાય મહા રીસે.
પાછળ ખસતા, આગળ ધસતા, આખર તો રહે ત્યાંના ત્યાં,
ચાવી ઊતર્યું, હાથ વીંઝતા ફોગટ, ડોલે ઊભા જ્યાં,
આ દુનિયાની મહાપ્રજાઓની ચાવી શું ન ઊતરશે?
કે આને કઈ દઈએ ત્યમ, તુંય પ્રભુ, દીધા કરશે!
– ઉમાશંકર જોશીપ્રશ્નો :
$(1)$ કવિ પોતાની સાથે રમકડું ક્યાંથી લાવ્યા હતા?
$(2)$ કવિએ રમકડાને ચાવી ચડાવી છુટ્ટુ મૂકતાં શું થયું?
$(૩)$ રમકડાની ચાવી ઊતરતાં શું થયું?
$(4)$ કવિ દુનિયાની મહાપ્રજાઓને શું પૂછે છે?