Questions

વાર્તા

🎯

Test yourself on this topic

13 questions · timed · auto-graded

Question 14 Marks
લુચ્ચો દુકાનદાર અને ગરીબ ગ્રાહક – ગરીબ ગ્રાહક નુ માળ-સમાન લેવા જવું – દુકાનદારે ઓછું તોળવું - ગરીબ ગ્રાહકે દુકાનદારને માલ બરાબર આપવા જણાવવું – વધારે ઊંચકવું નહિ પડે એમ દુકાનદારે કહ્યું – ગ્રાહકે ઓછા પૈંસા આપવા – દુકાનદારે પુરા પૈસા માટે માંગણી કરવી – વધારે પૈસા ગણવા નહિ પડે – ગ્રાહકનો જવાબ.
Answer
શીર્ષક : ગ્રાહકની ચતુરાઈ અથવા શેરને માથે સવાશેર એક નાનું ગામ હતું. ગામમાં એક વેપારી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ વેચતો હતો. આ વેપારી- દુકાનદાર બહુ લુચ્ચો હતો. ગામમાં એક જ દુકાન એટલે તે ગરીબ ગ્રાહકો પાસેથી પૈસા વધારે લેતો અને માલ ઓછો આપતો. એકવાર એક ગરીબ ગ્રાહકે તેને ત્યાંથી થોડો સામાન લીધો. આ ગરીબ ગ્રાહકે જોયું તો દુકાનદાર ત્રાજવાથી દાંડી એવી રીતે પકડતો કે તોલમાં ઓછુ આવે. ગ્રાહકે કહ્યું કે તમે માલ – સામાન બરાબર તોલીને તો આપો. તો લુચ્ચો દુકાનદાર કહે કે તમારે વધારે ઊંચકવું નહી પડે. ગ્રાહક ગરીબ હતો પણ હોશિયાર હતો. તેણે વિચાર્યું કે આ લુચ્ચા દુકાનદારને પાઠ તો ભણાવવો જ પડશે. તેણે માલ – સામાન લીધો ને તેના જેટલા પૈસા થતાં હતાં તેનાથી ઓછા આપ્યા. દુકાનદારે કહ્યું કે તમે માલસામાનના પુરા પૈસા આપો. ગ્રાહકે કહ્યું કે તમારે વધારે પૈસા ગણવા નહિ પડે. દુકાનદારને તેની લુચ્ચાઈનો જવાબ મળી ગયો. બોધપાઠ : દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. કદી લોભ- લાલચ ના રાખવા. અતિલોભ તે પાપનું મૂળ છે.
View full question & answer
Question 24 Marks
એક કંજૂસ-વાડામાં રૂપિયા દાટવા – દરરોજ રાતે રૂપિયા ગણવા – ચૌરનું જોઈ જવું – રૂપિયા કાઢી લેવા અને કાંકરા મુકવા – કંજૂસ ને જાણ – માંથું કુટ્વું – પડોશીનું મહેણું “હવે કાંકરા ગણજે” – બોધ
Answer
શીર્ષક : કંજુસાઈનું પરિણામ એક ગામમાં ધનનંદન નામનો અમીર માણસ રહેતો હતો પણ તે બહુ જ કંજૂસ હતો. ‘ચમડી તૂટે પણ દમડી ન છૂટે’.તેને વાડામાં ખાડો કરી એક ઘડામાં રૂપિયા દાટી રાખ્યા હતા. ધનનંદન કંજૂસ સાથે વહેમી પણ હતો. તે દરરોજ રાત્રે વાડામાં જાય, ખાડામાંથી રૂપિયાનો ઘડો કાઢે, ગણે ને પાછા મૂકી દે આવો તેનો રોજનો ક્રમ હતો. એકવાર તે રૂપિયા ગણતો હતો તે ચોર જોઈ ગયો. બીજા દિવસે ધનનંદન રૂપિયા ગણવા આવે તે પહેલાં જ ખાડામાંથી ઘડો કાઢી રૂપિયા લઇ લીધા ને તેમાં કાંકરા ભરી દીધા, દરરોજના નિયમ પ્રમાણે ધનનંદન રૂપિયા ગણવા આવ્યો. ખાડામાંથી ઘડો બહાર કાઢ્યો તો તેનાથી એક ચીસ પડાઈ ગઈ. આ શું ? પથ્થરો ? તેની ચીસ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. પાડોશીઓ તેના કંજુસાઈભર્યા સ્વભાવને જાણતા જ હતા. આથી મહેણું મારતા બોલ્યા “હવે રોજ કાંકરા ગણજો”. બોધપાઠ : વાર્તા પરથી બોધ મળે છે કે જો આપણી પાસે ધન હોય તો કંજૂસાઈ ના કરતાં તેનો સદ્ઉપયોગ કરવો. બીજાને ઉપયોગી થાય એવાં કાર્યો કરવાં.
View full question & answer
Question 34 Marks
બે સ્ત્રીઓ–બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો -એક કહે, “બાળક મારું છે.” –બીજી કહે, “બાળક મારું છે.” –બંનેનું ન્યાયાધીશ પાસે જવું-ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેચી લેવા કહેવું –બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત –પહેલી સ્ત્રીની અસંમતિ – તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર – ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોપવું–બોધ.
Answer
માતૃહૃદય
એક સ્ત્રી પોતાના બાળક સાથે બહારગામ જતી હતી. તે બસસ્ટેશને આવી. તે બસની રાહ જોતી બસસ્ટેશનના બાંકડા પર બેઠી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં ત્યાં બીજી સ્ત્રી આવી. તે પહેલી સ્ત્રી પાસે બાંકડા પર બેઠી. બાળક તેની સામે જોઈ હસવા લાગ્યું. રૂપાળું બાળક તેને ગમી ગયું. તે એને લઈ રમાડવા લાગી. એટલામાં એક બસ આવી. બાળકની માતાએ બાળકને લેવા હાથ લંબાવ્યા. પણ બીજી સ્ત્રીએ બાળક ન આપ્યું. પહેલી સ્ત્રીએ કહ્યું, “બહેન, મારી બસ આવી ગઈ છે. મારે ? મોડું થાય છે. મને મારું બાળક આપી દો.” તું કોની વાત કરે છે? શું આ બાળક તારું છે? તું વળી તેની મા ક્યાંથી થઈ ગઈ?” બીજી સ્ત્રી બોલી. બાળકની મા આ સાંભળીને ડઘાઈ ગઈ. તે રડવા લાગી. બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું. કોઈ સજ્જને તેઓને ઝઘડવાને બદલે ન્યાયાધીશ પાસે જવા કહ્યું. બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાની કોશિશ કરી. પરંતુ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. આથી ન્યાયાધીશે વિચાર કરીને કહ્યું, “આ બાળકના બે ટુકડા કરી બંને એક-એક ટુકડો લઈ લો!” આ સાંભળતાં જ બીજી સ્ત્રી ખુશ થઈ, પરંતુ પહેલી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે ન્યાયાધીશને બે હાથ જોડી કહ્યું, “સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી. મારું બાળક મારી પાસે નહિ રહે પણ જીવતું તો રહેશેને!” ન્યાયાધીશ માતૃહૃદય પારખી ગયા. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી.
મા તે મા, બીજા બધા વગડાના વા.
View full question & answer
Question 44 Marks
ચાર ચોર – ચોરી કરવા જવું –પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું -બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું –બીજા બે ચોરની યુક્તિ – મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા – મીઠાઈ ખાવી –પરિણામ –બોધ.
Answer
ખાડો ખોદે તે પડે
ચાર ચોર હતા. તે દરરોજ નાની-મોટી ચોરી કરતા. એક દિવસ રાતે ચોરી કરતાં ખૂબ ધન મળ્યું. તેઓ ચોરીનો માલ લઈને જંગલમાં ગયા. આજે ચોરીમાં સોનાચાંદીના દાગીના અને ખૂબ રૂપિયા મળ્યા હતા. તેથી તેઓ ઘણા ખુશ હતા. તેઓએ મીઠાઈ ખાઈ આનંદ મનાવવા વિચાર્યું. બે ચોર પાસેના નગરમાં મીઠાઈ ખરીદવા ગયા. તેમના મનમાં દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈમાં ઝેર ભેળવી પેલા બે ચોરોને મારી નાખવાની યોજના બનાવી. – જંગલમાં રહેલા બે ચોરોના મનમાં પણ દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈ લઈને આવતા બે ચોરોને કૂવામાં ધકેલી મારી નાખવાની યોજના બનાવી. મીઠાઈ લેવા ગયેલા બે ચોરો મીઠાઈ લઈને આવ્યા. પછી { ચારેય ચોર કૂવાકાંઠે હાથપગ ધોવા ગયા. લાગ જોઈને જંગલમાં રહેલા બે ચોરોએ મીઠાઈ લઈને આવેલા ચોરોને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા. પછી ઉપરથી મોટા પથ્થરો ફેંકીને તેઓને મારી નાખ્યા. હવે બાકીના બંને ચોરો મનમાં હરખાતા મીઠાઈ ખાવા બેઠા. પરંતુ મીઠાઈ ખાધા પછી થોડી વારમાં ઝેરની અસર થતાં તેઓના પણ રામ રમી ગયા. ચોરીનો માલ જંગલમાં પડી રહ્યો.
આ વાર્તા પરથી બોધ મળે છે કે જે ખાડો ખોદે તે પડે. જેવું વાવો તેવું લણો.
View full question & answer
Question 54 Marks
એક સિંહ – વૃક્ષ નીચે આરામ – સિંહના શરીર પર ઉંદરનું દોડવું – ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન -સિહે ઉંદરને છોડી મૂકવો – એક વાર સિંહનું જાળમાં ફસાવું – ઉંદરે જાળ કાપી નાખી સિંહને મુક્ત કરવો – બોધ.
Answer
સિંહ અને ઉંદર
એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. શિયાળાનો દિવસ હતો. સિંહ તેની બોડ પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયો. ઉંદર ગભરાઈ ગયો. તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, “હે વનરાજ, મારી ભૂલ થઈ. મને માફ કરો. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહિ દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ.” સિંહ હસ્યો. તે મનમાં બોલ્યો, “આ ઉંદર મને શી મદદ કરવાનો છે?” સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની બોડ પાસેના ઝાડ પર બેઠો. સિંહ બોડમાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાળ ફેંકી. સિંહ જાળમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી અને જાળમાંથી છૂટવા ધમપછાડા કર્યા, પણ વ્યર્થ. સિંહની ત્રાડ સાંભળી દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ મળીને જાળ કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થયો.સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો. શિકારી નિરાશ થઈ ચાલતો થયો.
જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો. કોઈનું અપમાન કરવું નહિ.
View full question & answer
Question 64 Marks
એક શિલ્પી – મૃત્યુની આગાહી – પોતાના જ જેવાં છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન – મૂંઝવણ – યુક્તિ, “હા, 5 ભૂલ મળી ગઈ” એમ બોલવું –શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ?” – “બસ, આ જ ભૂલ’ – શિલ્પી પકડાઈ જવો –બોધ.
Answer
એક ભૂલ
એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો. એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા. તે જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતાં જ આગાહી કરી કે આવતા માસની અમાસ પછી તમે આ દુનિયામાં નહિ હો. શિલ્પી આગાહી સાંભળી ગભરાઈ ગયો. એવામાં વિચાર કરતાં તેને એક ઉપાય જડી આવ્યો. તેણે પોતાના શરીર જેવાં જ બીજાં છ પૂતળાં બનાવ્યાં. આ પૂતળાં વચ્ચે એ ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવા અદ્ભુત એ પૂતળાં હતાં. શિલ્પી મનોમન મલકાવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડશે. અમાસનો દિવસ આવ્યો. તેણે એક ઓરડામાં છ પૂતળાં સૂતાં હોય તેમ ગોઠવ્યાં. આ પૂતળાંની વચ્ચે તે પોતે સૂઈ ગયો. સમય થયો. યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં એકને બદલે સાત શિલ્પી જોતાં વિચારમાં પડી ગયા. સાચા શિલ્પીને તેઓ ઓળખી શક્યા નહિ. એક યમદૂત વિચાર કરીને બોલ્યો, “શિલ્પીએ બનાવેલાં પૂતળાં ખરેખર અદ્ભુત છે. પણ, શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે.” કઈ ભૂલ?” શિલ્પીથી તરત જ બોલી જવાયું. બસ, આ જ ભૂલ.” યમદૂતે કહ્યું. જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત, તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું. યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા. મૃત્યુ ટાળી શકાતું નથી.
ન બોલ્યામાં નવ ગુણ.
View full question & answer
Question 74 Marks
એક રાજા – એશઆરામવાળી જિંદગી – ઊંઘ ન ? આવવી – ચિંતા થવી – અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા-નિષ્ફળતા – એક વૈદની યુક્તિ-જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવાં –ગેડીદડાની રમતથી રોગ દૂર થવો – વૈદને ઈનામ – બોધ.
Answer
શ્રમનું મહત્ત્વ
એક રાજા હતો. તેને બુદ્ધિશાળી અને શાણો પ્રધાનમંત્રી હતો. તે રાજ્યવહીવટ કુશળતાથી ચલાવતો. આથી રાજા નિશ્ચિત હતો. તેને રાજ્યમાં કંઈ કામકાજ કરવાનું રહેતું નહિ. તે એશઆરામવાળી જિંદગી જીવવા લાગ્યો. કામ કરે તો ખાધેલું પચે, થાક લાગે અને ઊંઘ આવે. રાજાનું જીવન એશઆરામવાળું એટલે તેને ઊંઘ ન આવતી. તે આખી રાત ઢોલિયામાં આળોટ્યા કરતો અને કંટાળતો. રાજાને ચિંતા થવા લાગી. ઊંઘની દવા માટે તેણે અનેક વેદોને બોલાવ્યા. પરંતુ તેમાંના એક પણ વૈદની દવા તેને લાગુ ન પડી. એક દિવસ વિદેશથી એક વૈદ આવ્યા. વેદે રાજાની વાત ધ્યાનથી સાંભળી. રાજાની એશઆરામવાળી જિંદગી વિશે પણ સાંભળ્યું. તેને ઉપાય જડી ગયો. વેદે રાજાને જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી આપી. તેણે { રાજાને દરરોજ સવારે અને સાંજે એક-એક કલાક જાદુઈ ગેડીદડો રમવાની સલાહ આપી. રાજા સવાર-સાંજ જાદુઈ ગેડીદડાની રમત રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો. એક અઠવાડિયામાં જ તેની ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી. રાજાએ વૈદને બોલાવ્યો અને તેને ઇનામ આપ્યું. વેદે રાજાને કહ્યું, “રાજાજી, દવાની ભૂકી એ તો આશ્વાસન છે. તમે ગેડીદડો રમો છો તેથી શ્રમ થાય છે, શરીરને થાક લાગે છે, તેથી ઊંઘ આવે છે.”
શારીરિક શ્રમ જ સૌ રોગોનો શ્રેષ્ઠ ઇલાજ છે.
View full question & answer
Question 84 Marks
એક પ્રવાસી –મોડી રાતે ધર્મશાળાનું બારણું ખખડાવું અંદરથી રખેવાળાનો જવાબ –ચાવી ખોવાય ગઈ –તમારે પાસે ચડીનીજ ચાવી હોય તોજ દરવાજો ઉઘડે –પ્રાવાસીનો તડમાંથી ચાંદીનો રૂપિયો સર્કાવવો –દરવાજો ઉઘ્ડવો –પ્રાવાસીની ચતુરાઈ –રખેવાળને સામાન લેવા બહાર મોકલવો –દરવાજો બંધ કરી લેવો –રખેવાળે દરવાજો ખખડાવવો –પ્રાવાસીનો જવાબ –ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉઘડે –રખેવાલનું સમજીજવું-દરવાજૂ ઉઘ્ડવો .
Answer
શીર્ષક : પ્રવાસીની ચતુરાઈ શિયાળાની ઠંડી પડી રહી હતી. એવા સમયે એક રાત્રે કોઈ પ્રવાસી ધર્મશાળાની શોધમાં આમથી તેમ ભટકી રહ્યો હતો. અચાનક તેને એક ધર્મશાળા મળી. ત્યાં જઈને જોયું તો ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ હતો. પ્રવાસીએ દરવાજો ખખડાવ્યો. રખેવાળ જાગીને આવ્યો ને બોલ્યો ‘કોણ ? શું કામ છે તમારે ? પ્રવાસી કહે, હું એક પ્રવાસી છુ. મને આજની રાત ઉતારો જોઈએ છે. રખેવાળ કહે દરવાજો ખૂલે તેમ નથી. ચાવી તો ક્યાંક મુકાઈ ગઈ છે. જો તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ખૂલી શકે પ્રવાસીએ આથી બારણાંની તડમાંથી એક ચાંદીનો રૂપિયો અંદર સરકાવ્યો. રૂપિયો લઇ લેતાં રખેવાળે દરવાજો ખોલ્યો. પ્રવાસી ચતુર હતો. તેણે ધર્મશાળામાં પ્રવેશી રખેવાળને કહ્યું ‘મારો સામાન બહાર છે તમે જરા લઇ આવો’. રખેવાળ સામાન લેવા બહાર ગયો કે પ્રવાસીએ ધર્મશાળાનું બારણું બંધ કરી દીધું. રખેવાળે પાછા આવીને બારણું ખખડાવ્યું. પ્રવાસી કહે, ‘ચાવી તો તમારી પાસે છે’. પ્રવાસીની ચતુરાઈ રખેવાળ સમજી ગયો ને લીધેલા ચાંદીનો રૂપિયો પાછો આપીને દરવાજો ખોલાવ્યો. બોધપાઠ : કોઈની સાથે લુચ્ચાઈ ના કરવી. તમે જેવું કરો તેવું જ પરિણામ ભોગવવું પડે છે.
View full question & answer
Question 94 Marks
એક લુચ્ચો માણસ –દેવું ચુકવવાની નાં-કોર્ટમાં દાવો-લુચ્ચા માણસે વકીલ રોક્યો –વકીલની સીખ બેબે બોલજે-ન્યાયધીશનું તેનોગાંડો ગણી નિર્દોષ જાહેર કરવો –વકીલે ફીની માંગણી કરી –જવાબ માં બેબે બોલીને છુટી જવું .
Answer
શીર્ષક : વકીલની ભૂલ અથવા હાથના કર્યા હૈયે વાગ્યાં એક ખુબ જ લુચ્ચો માણસ હતો. તે ઘણા બધા લોકો પાસેથી પૈસા ઉછીના લઇ આવતો પણ જયારે પૈસા ચૂકવવાનો સમય આવે ત્યારે કોઈને કોઈ બહાના બતાવી છટકી જતો હતો. તેના આવા સ્વભાવથી બધા લેણદારો કંટાળી ગયા. એક લેણદારે તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો. લુચ્ચો માણસ કેસ દાખલ કર્યો તેથી ગભરાઈ ગયો. તે એક વકીલની પાસે સલાહ લેવા ગયો. વકીલ હોશિયાર હતો. તેણે આ લુચ્ચા માણસને બચાવવાની એક યુક્તિ શોધી કાઢી. તેણે કહ્યું, જો તારે નિર્દોષ છૂટવું હોય તો મને પાંચ હજાર ફી પેટે આપવા. લુચ્ચા માણસે કહ્યું કે હું નિર્દોષ છૂટી જાઉં એટલે ફી આપી દઈશ. વકીલે તેનામાં વિશ્વાસ મૂકી યુક્તિ સમજાવી કે ન્યાયાધીશ જે સવાલ પૂછે તેના જવાબમાં ફક્ત ‘બેં બેં’ એટલો જ જવાબ આપવો. લુચ્ચો માણસ રાજી થઇ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે પેલા લુચ્ચા માણસને અનેક પ્રશ્નો પૂછ્યા પણ તે જવાબમાં બેં બેં જ કરતો આથી કંટાળીને તેને ગાંડો સમજી નિર્દોષ છોડી મૂક્યો. લુચ્ચો માણસ આનંદમાં આવી ગયો ને ઘરે જવા લાગ્યો. ત્યારે પેલા વકીલે તેને રોકીને ફીના પૈસા માગ્યા. તો લુચ્ચો માણસ કહે ‘બેં બેં’. વકીલ જોતો જ રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બોધપાઠ : આપણી ભૂલ આપણને જ નડે છે, વિચાર્યા વિના કોઈનું કામ ના કરવું.
View full question & answer
Question 104 Marks
દૂધવાળો દૂધ વેચવા જાય છે – રસ્તામાં નદી – દુધના ઘડામાં પાણી મેળવે છે – નફો કમાઈ પાછો વળે છે – નદીમાં પાણી પીવા જાય છે – અડધા પૈસા પાણીમાં પાડીને તણાઈ જાય છે – અફસોસ – બોધ
Answer
શીર્ષક : દૂધનું દૂધ ને પાણીનું પાણી અથવા અતિલોભ તે પાપનું મૂળ રેવા નામનો એક દૂધવાળો હતો. તે દરરોજ પોતાની ગાયોનું દૂધ શહેરમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે શહેરમાં દૂધ વેચવા જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં વચ્ચે નદી આવી. નદીમાં પાણી જોઈ રેવાના મનમાં લાલચ ઊભી થઇ. તેને થયું કે હું મારા ઘડામાં થોડું દૂધ ભેગું પાણી મેળવી દઉં તો આખો ઘડો ભરાઈ જશે ને મને રોજ કરતાં આજે વધારે પૈસા મળશે. આ ખરાબ વિચારને તેણે તરત અમલ કર્યો. દૂધના ઘડામાં પાણી ઉમેરી દીધું. આ દૂધ વેચીને તેને રોજ કરતાં વધારે રૂપિયા મળ્યા. તે તો ખુશ થતો પાછો ઘર તરફ આવવા નીકળ્યો. રસ્તામાં ફરી નદી આવી. તેને તરસ લાગી હતી એટલે નદીના વહેણ પર ઝૂકીને પાણી પીવા માંડ્યું. એવામાં તેના ખિસ્સા(ગજવા) માંથી થોડા પૈસા પાણીમાં પડી ગયા ને નદીના પ્રવાહમાં જતા રહ્યા. ગોપાલે જોયું તો ખિસ્સામાં થોડાક જ પૈસા હતાં. આથી તેને સમજાયું કે થોડું દૂધ હતું. એના જ પૈસા તેને મળ્યા છે.બાકી પાણીના પૈસા તો પાણીમાં ચાલ્યા ગયા છે. તેણે કરેલી ભૂલ બદલ અફસોસ થયો. લાલચ કરવા બદલ તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. બોધપાઠ : જેટલી મહેનત કરીએ એટલું જ આપણને વળતર મળે છે. વધારે લોભ ના રાખવો જોઈએ.
View full question & answer
Question 114 Marks
એક ચોરનું ચોરી કરીને ભાગતા એક મહાત્માની કથાના ટોળામાં છુપાઈ જવું – થોડા વાક્યો મનમાં ઉતરી જવા – બીજું કઈ નહિ તો સાચું તો બોલીશ જ એવું નક્કી કરવું – રાજાના મહેલમાં ચોરી – રાજા-પ્રધાન સામે સાંચુ બોલવું – પકડાઈ જવું – છ ને બદલે ચાર જ રત્ન ? રજાનો પ્રશ્ન –ચોરની સત્યતાની અને પ્રધાન ની ચોરી સમજવી – ચોરને ઇનામ – પ્રધાન ને સજા – અંત – બોધ
Answer
શીર્ષક : સત્યવ્રતી ચોર એક ચોર નાની મોટી ચોરી કરીને ગુજરાત ચલાવતો હતો. એક દિવસ ચોરી કરીને ભાગતાં તે લોકોનાં ટોળામાં ઘૂસી ગયો જેથી લોકો તેને પકડી ન પાડે. ત્યાં એક સાધુ મહાત્મા પ્રવચન કરી રહ્યા હતા. તેણે થોડું પ્રવચન સાંભળ્યું. ચોરને થયું કે સાધુ જે કહે તે બીજું તો કશું જ ન કરી શકાય, હા, એક વાત યાદ રાખી કે ખોટું ન બોલવું, સાચું જ બોલીશ એવું વ્રત લેવું. ચોરે વ્રત લઇ લીધું. પણ તેનો ધંધો તો ચોરીનો એટલે વિચાર્યું કે રાજાના મહેલમાં ચોરી કરવા જાઉં. તે રાજાના મહેલમાં ચોરી કરવા ઘૂસ્યો. તિજોરીમાં છ રત્નો પડેલાં. ચોરે વિચાર્યું કે મારું જીવન પસાર કરવા ચાર રત્નો પૂરતાં છે એટલે બે રત્ન તિજોરીમાં મૂકી દીધા ને ચાર રત્ન લઇ ચાલ્યો. ત્યાં અચાનક વેશપલટો કરીને નગરચર્યા જોવા નીકળેલા રાજા સામે મળી ગયા. તેમણે ચોરને ઊભો રાખી પૂછ્યું. ચોરે સાચી વાત કરી ચાર રત્ન બતાવ્યા. પ્રધાન તાપાસ માટે ગયો. તેણે જોયું કે બે રત્ન છે. ચાર ચોરાયેલા તો વિચાર્યું કે રાજાને ક્યાં ખબર પડશે એમ માની બે રત્ન પોતે રાખી લીધા ને રાજાને છ રત્ન ચોરાઈ ગયા છે એમ કહ્યું, રાજાએ ચોરને બોલાવ્યો. ચોરે બધી વાત કરી. રાજાએ કહ્યું કે ચોરે તેની જરૂરીયાત માટે ચોરી કરી જયારે પ્રધાન તો બધાના રખેવાળ કહેવાય. એ ચોરી કરે તો કેવું ! માટે ચોરને ઇનામ આપી વિદાય કર્યો ને પ્રધાનને ચોરી કરવા માટે સજા કરી. બોધપાઠ : આ પરથી બોધ મળે છે કે કદી લીધેલું વ્રત તોડવું નહી. ખરાબ કામની સજા આખરે મળે જ છે. જેવું કરીએ તેવું પામીએ.
View full question & answer
Question 124 Marks
એક સંકડો પુલ – બે કુતરાઓનુ સામસામું આવવું – બનેનું ઝઘડવું – નદીમાં પડવું – એ જ પુલ પર થઇ બે બકરી ઓનું સામસામું આવવું – બંને સમજદાર – એક બકરીનું બેસવું અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું – બોધ
Answer
શીર્ષક : સમજુ બકરીઓ એક નદી પર બે ગામને જોડતો એક સાંકડો પુલ હતો. આ પુલ પરથી એક જ વ્યક્તિ પસાર થઈ શકે એટલી જગ્યા હતી. લોકો તેનો અવરજવર માટે ખાસ ઉપયોગ નહોતા કરતા. કેમ કે ગામલોકો માટે નજીકમાં બીજો પુલ હતો. એક વખત એ પુલ પર બે કૂતરાઓ સામસામે આવી ગયા. બંને એકબીજાને ભસી પાછળ જવા કહેવા લાગ્યા. સામસામે લડવા – ઝઘડવા લાગ્યા. બંને એવું ઝઘડ્યા કે નદીમાં પડી ગયા ને મૃત્યુ પામ્યા. એ જ પુલ પર બે બકરીઓ સામસામે આવી ગઈ. બંને બકરીઓ સમજુ હતી. તેમેણે વિચાર્યું કે બંને સાથે તો આ પુલ પરથી પસાર થઇ શકીશું નહી. તો એક બકરી બેસી ગઈ ને બીજી બકરી તેની ઉપરથી પસાર થઇ ગઈ. બોધપાઠ : આ વાર્તા પરથી બોધ મળે છે કે જીવનમાં મુસીબત આવે તો ઝઘડો ના કરવો. સંપીને આગળ વધીએ તો માર્ગ મળી જ રહે છે. સમજદારી રાખવાનો બોધ આ વાર્તા પરથી મળે છે.
View full question & answer
Question 134 Marks
મુદ્દા : - એક મુસાફરનું ચાલતાં-ચાલતાં થાકી જવું - થાક દૂર કરવા આંબાના ઝાડ નીચે આડા પડવું - વિચારવું : 'ઈશ્વર મૂર્ખ છે, વેલ નાની અને એની ઉપર કોળા જેવું મોટું ફળ !'  જયારે આંબાનું વૃક્ષ મોટું અને એની ઉપર કેરી જેવું નાનું ફળ !' - ઠંડી હવા-ઊંઘ આવી જવી - એક કેરી તૂટીને માથા પર પડવી - ઊંઘ ઊડી જવી - માથામાં દુઃખાવો - ઈશ્વરી યોજનાનું રહસ્ય સમજવું - 'ઈશ્વર બુદ્ધિમાન છે' - બોધ. 
Answer
ઈશ્વરની બુદ્ધિમત્તા
એક મુસાફર સખત ગરમીમાં લાંબી મુસાફરી કરીને ખૂબ થાકી ગયો હતો. થોડો આરામ કરવા માટે તે એક આંબાના ઘટાદાર વૃક્ષ નીચે આડો પડ્યો. આંબાની ઠંડી છાયામાં સુતા સુતા તેને વિચાર આવ્યો કે ઈશ્વર કેવા મૂર્ખ છે! આંબા જેવું મોટું વૃક્ષ છે, પણ તેના પર કેરી જેવું નાનું ફળ લાગે છે. જ્યારે કોળાનો વેલો પાતળો અને નાનો હોય છે, પરંતુ તેના પર કોળા જેવું મોટું ફળ લાગે છે. ઈશ્વરે આ બધું ઊંધું બનાવ્યું છે.
આવા વિચારો કરતા-કરતા મુસાફરને ઠંડી હવાની લહેરખી આવતા ઊંઘ આવી ગઈ. ઊંઘમાં જ અચાનક એક કેરી તૂટીને તેના માથા પર પડી. તેનાથી તેની ઊંઘ ઊડી ગઈ અને તેને માથામાં દુખાવો થવા લાગ્યો. તે તરત બેઠો થઈ ગયો.
તેને તરત જ ઈશ્વરની યોજનાનું રહસ્ય સમજાઈ ગયું. તેણે વિચાર્યું કે જો આંબાના ઝાડ પર કોળા જેવું મોટું ફળ લાગતું હોત, તો તે મારા માથા પર પડ્યું હોત તો મારું માથું ફૂટી ગયું હોત. તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મનોમન બોલી ઊઠ્યો, “ખરેખર, ઈશ્વર કેટલા બુદ્ધિમાન છે! તેમનું દરેક સર્જન યોગ્ય અને વિચારપૂર્વકનું છે.”
બોધ: ઈશ્વરની દરેક રચના પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે, જે માનવીની સમજની બહાર હોય છે. આપણે ક્યારેય ઈશ્વરની લીલા પર શંકા ન કરવી જોઈએ.
View full question & answer
વાર્તા - Gujarati STD 9 Questions - Vidyadip