Questions

પત્રલેખન

🎯

Test yourself on this topic

12 questions · timed · auto-graded

Question 14 Marks
તમારા ગામમાં બસ નિયમિત આવે તેવો તાલુકાના બસડેપોના મૅનેજરને પત્ર લખો.
Answer
સુરેશ મિસ્ત્રી
સુથારવાસ,
રણકપુર,
તા. લુણાવાડા – $389 230.$
તા. $14 – 7 – 18$
પ્રતિ,
ડેપો મૅનેજર,
એસ. ટી. બસડેપો,
લુણાવાડા.
બાબતઃ બસની અનિયમિતતા અંગે
સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારા ગામમાં આવતી લોકલ બસ ખૂબ જ અનિયમિત છે. સમયસર બસ ન આવવાના કારણે અમારા ગામમાંથી લુણાવાડા અભ્યાસ કરવા જતા શાળા – કૉલેજના વિદ્યાર્થીઓ મોડા પડે છે કે જઈ શકતા નથી. ખરીદી કરવા જતા કે ઑફિસોના કામે જતા લોકો પણ પરેશાન થાય છે અને તેમનો કીમતી સમય વેડફાય છે. આ અંગે અમે બસના ડ્રાઇવરકંડક્ટરનું વારંવાર ધ્યાન દોર્યું છે, પરંતુ તેઓ અમારી ફરિયાદ પર જરાય ધ્યાન આપતા નથી.
આપશ્રીને નમ્ર વિનંતી કે આપ અંગત રસ લઈ અમારા ગામની રે બસ નિયમિત અને સમયસર થાય તેવું કરશો તો અમે આપના આભારી થઈશું.
આપનો વિશ્વાસુ
સુરેશ મિસ્ત્રી
View full question & answer
Question 24 Marks
તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
Answer
દિક્ષિત પટેલ
વિદ્યાર્થી છાત્રાલય,
સુરેન્દ્રનગર – $363 001.$
તા. $1 – 8 – 18$
 
પૂજ્ય પિતાજી,
તમારો પત્ર મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય રહીએ છીએ.
દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.
સાંજે સાડા પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું.
આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો નહિ.
મમ્મીને મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.
લિ.
તમારો પુત્ર
દિક્ષિતના પ્રણામ
View full question & answer
Question 34 Marks
તમારી સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી તે અંગેની ફરિયાદ યોગ્ય અધિકારીને કરો.
Answer
પંકજ કે. પરમાર
$10$, ઝલક સોસાયટી,
મેમનગર,
અમદાવાદ – $380 052.$
તા. $5 – 2 – 18$
પ્રતિ,
અધ્યક્ષશ્રી,
મેમનગર નગરપાલિકા.
બાબત નિયમિત સફાઈ કરાવવા બાબત
સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારી સોસાયટીમાં સફાઈ કરવા આવનાર સફાઈ કામદાર ખૂબ જ અનિયમિત છે. દરરોજ સવારે સફાઈ કરવાની હોય છે, પરંતુ તે અઠવાડિયામાં ભાગ્યે જ બે દિવસ આવે છે. રસ્તા બરાબર વળાતા નથી. કચરાના ઢગલા નિયમિત ભરાતા નથી. પરિણામે દુર્ગધ અને માખીઓનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો છે. તેમાં વળી ઢોરનાં મળમૂત્ર ભળે છે. સોસાયટીમાંથી નીકળતાં નાક દબાવીને નીકળવું પડે તેવી સ્થિતિ છે. સોસાયટીના ઘણા રહીશો બીમાર થઈ ગયા છે. સફાઈ કામદારને સફાઈ કરવા જણાવીએ છીએ, પરંતુ તે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે.
આપશ્રીને નમ્ર વિનંતી કે આપશ્રી આ અંગે જરૂરી તપાસ કરી તાત્કાલિક સફાઈ કરાવવાની વ્યવસ્થા કરશોજી.
આભાર સહ.
આપનો વિશ્વાસુ
પંકજ પરમાર
View full question & answer
Question 44 Marks
તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
Answer
લીલાબહેન પંચાલ
રકનપુર,
તા. સિટી, જિ. અમદાવાદ.
તા. $9 – 10 – 18$
પ્રતિ,
પોસ્ટમાસ્ટર જનરલ,
અમદાવાદ.
બાબત : ટપાલની અનિયમિતતા અંગે ફરિયાદ
સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા છ માસથી અમારા ગામમાં ટપાલ ખૂબ જ અનિયમિત આવે છે. ટપાલીએ ટપાલ વહેંચવા ગામમાં દરરોજ આવવાનું હોય છે, પરંતુ ટપાલી અઠવાડિયામાં બે વખત પણ ભાગ્યે જ ટપાલ વહેંચવા આવે છે. ઘણી વાર તે શેરીમાં રમતાં છોકરાંને ટપાલ આપી ચાલ્યો જાય છે. છોકરાં ટપાલ ખોઈ નાખે છે કે સમયસર પહોંચાડતાં નથી. પરિણામે અગત્યના કાગળો મોડા મળે છે કે ગેરવલ્લે જાય છે. મારા ભાઈને નોકરીના ઇન્ટરવ્યુનો કાગળ મોડો મળ્યો, તેથી તે ઇન્ટરવ્યુ આપવા જઈ શક્યા નહિ. અમારા પાડોશીને લગ્નની કંકોતરી ન મળી, તેથી તેઓ એમનાં માસીની દીકરીનાં લગ્નમાં જઈ શક્યા નહિ.
આપશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં ટપાલી નિયમિત આવે અને ઘેર ઘેર જઈને ટપાલ પહોંચાડે તેવી વ્યવસ્થા કરશો.
આભાર સહ.
આપની વિશ્વાસુ
લીલાબહેન પંચાલ
View full question & answer
Question 54 Marks
મારી શાળા પાસે ફેરિયાઓ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચે છે. તે બંધ કરાવવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
Answer
દીનબંધુ પ્રજાપતિ
20, શ્રીજીબાગ સોસાયટી,
મણિનગર,
અમદાવાદ – $380 008.$
તા. $9 – 9 – 18$
પ્રતિ,
મ્યુનિસિપલ કમિશનરશ્રી,
અમદાવાદ.
બાબતઃ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચાતી બંધ કરાવવા બાબત જયભારત સાથે જણાવવાનું કે અમારી શાળાની બહાર વાસી અને ઉઘાડી ખાદ્યચીજો વેચાતી હોય છે. તે બંધ કરાવવાની આપની ફરજ હોવા છતાં કૉર્પોરેશન તરફથી કોઈ પગલાં ભરાતાં નથી. શાળાનાં નિર્દોષ બાળકો આવી માખીઓ બણબણતી, ઉઘાડી અને વાસી ચીજો ખરીદવા લલચાય છે. પરિણામે તેઓનું સ્વાથ્ય જોખમાય છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને કેટલાક વાલીઓ ફેરિયાઓને આ અંગે કહે છે પરંતુ તેની ફેરિયાઓ પર અસર થતી નથી. શાળા શરૂ થાય તે પહેલાં અને શાળા છૂટી જાય ત્યારે તેઓ ત્યાં અચૂક આવીને ઊભા રહી જાય છે.
આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક આવા ફેરિયાઓ સામે કડક પગલાં લઈ તેઓને શાળા પાસે ચીજવસ્તુઓ વેચતાં બંધ કરશોજી.
આશા છે કે આપશ્રી અમારી ફરિયાદને અગ્રતા આપશો.
આપના આભારસહિત.
આપનો વિશ્વાસુ
દીનબંધુ
View full question & answer
Question 64 Marks
તમારી શાળાને વર્ગપુસ્તકાલય માટે કેટલાંક પુસ્તકોની જરૂર છે. તે માટે જાણીતા પુસ્તકવિક્રેતાને પત્ર લખો.
Answer
એન. કે. વિદ્યાલય
જેસંગપુર,
તા. સંતરામપુર – $389 260.$
તા. $25 – 8 – 18$
પ્રતિ,
વ્યવસ્થાપકશ્રી,
નવનીત બુક સ્ટોર,
ગુરુકુળ રોડ,
અમદાવાદ – $380 052.$
અમારી શાળાના વર્ગપુસ્તકાલય માટે નીચે જણાવેલાં પુસ્તકોની જરૂર છે:
  • ગાલા વિશાલ શબ્દકોશ : $5$ નકલ
  • નવનીત ગુજરાતી નિબંધમાળા: ધોરણ $8 – 9 : 5$ નકલ
  • Navneet English Essays: Std. $8 – 9: 5$ નકલ
  • નવનીત સામાન્ય જ્ઞાન : $5$ નકલ,
  • $NAVNEET \ GLOBAL \ DICTIONARY : 5$ નકલ
ઉપર જણાવેલાં પુસ્તકો વી.પી.પી. દ્વારા અમારી શાળાના સરનામે મોકલી આપવા વિનંતી છે. બિલમાં યોગ્ય વટાવ આપશો એવી આશા છે. પુસ્તકોની વિગતવાર નોંધ સાથેનું બિલ જુદી ટપાલ દ્વારા મોકલી આભારી કરશોજી.
આપના સહકારની અપેક્ષા સાથે.
લિ.
આપનો વિશ્વાસુ
મહેન્દ્ર પટેલ
View full question & answer
Question 74 Marks
સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.
Answer
ચિંતન પટેલ
$8$, પ્રભાત શેરી,
ગોંડલ – $360 311.$
તા. $10 – 3 – 18$
વહાલાં મોટી બહેન,
સાદર પ્રણામ. તમારી વિદાય થયે માંડ સાત દિવસ થયા છે, પરંતુ મને તો જાણે સાત વર્ષ પસાર થઈ ગયાં હોય તેમ લાગે છે. તમારી વિદાય પછી ઘર સાવ ખાલી લાગે છે. બધાં કામ કરવા ખાતર કામ કરે છે. બાનું કોઈ કામમાં ચિત્ત ચોંટતું નથી. તે તમને યાદ કરી કરીને રડે છે. જમવા બેસીએ છીએ પણ કોળિયો ગળે ઝટ ઊતરતો નથી. બાપુજી પણ ઉદાસ રહે છે. તે હજી ધંધે જતા નથી. બાની આંખમાં અવારનવાર આંસુ આવી જાય છે. ઘરમાં કોઈ કાંઈ બોલતું નથી. કોઈ ટેલિવિઝન ચાલુ કરતું નથી. હું નિશાળે જાઉં છું પણ અભ્યાસમાં મારું મન લાગતું નથી. હવે મારી સાથે મજાક કરનાર કોઈ રહ્યું નહિ. મને તમારા વિના ઘરમાં ગમતું નથી.
મોટી બહેન! તમે ક્યારે આવો છો? એક વાર અહીં આવીને બધાંને મળશો તો અમને સૌને આનંદ થશે અને આશ્વાસન મળશે. તમે અને જીજાજી જરૂર આવજો. અમે તમારી આવવાની રાહ જોઈ રહ્યાં છીએ.
પૂજ્ય જીજાજીને મારા પ્રણામ.
લિ.
તમારો નાનો ભાઈ
ચિંતન
View full question & answer
Question 84 Marks
તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ ગયો. તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
Answer
હિરલ મહેતા
$42$, પુનિત પાર્ક,
અમદાવાદ – $380 061.$
તા. $5 – 1 – 18$
પ્રિય સખી પ્રિયંકા,
તારો પત્ર મળ્યો. હું અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તને પત્ર લખી શકી નથી.
અમારી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલી જાન્યુઆરીએ ટાઉનહૉલમાં રાખવામાં આવ્યો હતો. તેમાં શાળાના ધોરણ $5$ થી $11$ માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલો શો બપોરના $10.00$ થી $1.00$ અને બીજો શો સાંજના $3.00$ થી $6.00$ નો હતો. તેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત આમંત્રિતો પણ કાર્યક્રમ માણવા આવ્યા હતા. તેમાં પ્રાર્થના, ગરબા, રાસ, નૃત્યનાટિકા અને નાટકો હતાં. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો હતો. મેં નૃત્યનાટિકામાં જશોદાનું પાત્ર ભજવ્યું હતું. મુખ્ય મહેમાને અમારા કાર્યક્રમનાં ખૂબ વખાણ કર્યા. વાલીઓ અને આમંત્રિત મહેમાનોને પણ બધા જ કાર્યક્રમો ખૂબ ખૂબ ગમ્યા.
અમારા કાર્યક્રમનું વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું છે. તે મેં પેનડ્રાઇવમાં લઈ લીધું છે. તું અહીં આવજે. આપણે તે જોઈશું.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
લિ.
તારી બહેનપણી
હિરલ
View full question & answer
Question 94 Marks
દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.
Answer
જિગ્નેશ ઠાકર
$15$, તેજલ પાર્ક,
ગોધરા –$ 389 001,$
તા. $5 – 10 – 18$
પ્રિય મિત્ર અશોક,
હું કુશળ છું અને તારી કુશળતા ઇચ્છું છું.
તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા સાથે ફરવા – ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.
આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ માણવાનો છે જ.
તું પ્રવાસથી આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
લિ.
તારો મિત્ર
જિગ્નેશ
View full question & answer
Question 104 Marks
તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.
Answer
દેવ ત્રિવેદી
$8$, સુંદરનગર,
રાજકોટ – $360 002.$
તા. $10 – 10 – 18$
 
પ્રિય મિત્ર વિનોદ,
તારો પત્ર મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના સમાચાર જાણી ચિંતા થાય છે.
મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે.” A healthy mind in a healthy body’. આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.
તારી તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી જોઈએ. તારે કબડ્ડી, ખો – ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય પ્રસન્ન રહેવું જોઈએ.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.
લિ.
તારો મિત્ર
દેવ
View full question & answer
Question 114 Marks
જાહેરમાં વર્તાવ’ આ વિષય પર તમે આપેલું વક્તવ્યની ‘ તમારા મિત્રને પત્ર લખી માહિતી આપો.
Answer
માનસી શુક્લ
$15,$ જનક સોસાયટી,
વડોદરા – $390 011.$
તા. $5 – 8 – 18$
 
પ્રિય સખી એષા,
તારો પત્ર મળ્યો. તને હવે છાત્રાલયમાં ગમી ગયું છે તે જાણી આનંદ થયો. આજે હું તને આનંદના સમાચાર આપું છું. અમારી શાળામાં વખ્તત્વસ્પર્ધા હતી. વિષય હતો ‘જાહેરમાં વર્તાવ’. તેમાં મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. હું મારા વક્તવ્યનો સારાંશ આ પત્રમાં જણાવું છું.
જાહેરમાં વર્તાવના બધા નિયમોનું મૂળ સ્વચ્છતા, વ્યવસ્થા અને શોભામાં રહેલું છે. આ ત્રણ ધોરણો જીવનમાં ધ્યાનમાં રહે તો દરેક માણસનું જાહેર વર્તન શિષ્ટ પ્રકારનું થાય. વ્યાખ્યાન ચાલતું હોય કે સંગીત ચાલતું હોય ત્યારે અંદરોઅંદર વાતો કરવી એ કાર્યક્રમનું અપમાન કરવા બરાબર છે. અમુક ક્રિયાઓ માટે નિર્દિષ્ટ સ્થાનો હોય તો તે ક્રિયા ત્યાં જ કરવી. જ્યાં – ત્યાં ગંદકી ન કરવી, જ્યાં – ત્યાં ન થુંકવું, પાન ખાઈ ગમે ત્યાં પિચકારી ન મારવી, બસમાં બેસવાની જગ્યાએ ગંદા પગ મૂકી કે જોડાવાળા પગ મૂકી જગા ગંદી ન કરવી, રેડિયો અને ટીવીનો અવાજ મોટો ન રાખવો. ખાનગી છૂટ જાહેરમાં ન લેવી. ખાનગી સંબંધો માટે ખાનગી જીવન છે અને જાહેરમાં સમાજની મર્યાદા રાખવી એ જ સોનેરી નિયમ છે.
મારી આકર્ષક રજૂઆત, વિષયવસ્તુ અને હાવભાવને લીધે મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ, શ્વેતાને મારી યાદ.
લિ.
તારી બહેનપણી
માનસી
View full question & answer
Question 124 Marks
તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી “રજાચિઠ્ઠી લખો.
Answer
સ્મિત ટી. શાહ
$6$, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ – $380 013.$
તા. $6 – 9 – 18$
પૂજ્ય ગુરુજી,
સાદર પ્રણામ. મારી મોટી બહેનનાં લગ્ન તા. $8 – 9 – 18$ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. $6 – 9 – 18$થી તા. $10 – 9 – 18$ સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. શાળામાં
આવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.
લિ.
આપનો આજ્ઞાંકિત
મિત શાહ
ધોરણ $9$, નં. $21$
View full question & answer
પત્રલેખન - Gujarati STD 9 Questions - Vidyadip