Question types

સંક્ષેપીકરણ question types

11 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

11
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સંક્ષેપીકરણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

“મનુષ્યમાત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પાડોશીને મુશ્કેલીથી પહોંચી શકે છે. પોતાના પાડોશી પ્રત્યેનો ધર્મ સહુ બરાબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પાડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પાડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન. જગતની સેવા બીજી રીતે અશક્ય છે, જે પાડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી છે, સ્વચ્છંદી છે; તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ. જગતની સેવા પડોશીની સેવા વડે જ થઇ શકે.”
View full solution
કેટલીક વાર એવું બને છે કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું. શ્રદ્ધા ગુમાવવી નહી. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોઈ તેમાં વિલંબ તો થાય જ ને? એવી સમજ નહિ રાખી હોય તો અધીર બનીને ભગવાન વિષે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે. ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઇ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શો? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે. પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાનાં ભાગ્યને દોષ ન દેતાં ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે.
View full solution
આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે, અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હૉટલમાં જમાડયો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારાં છોકરાં તૈયાર થયાં છે? કોઈ હૉટલની રસોઈમાં માની રસોઈનો હૂંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઉં છુ ત્યારે લાગે છે કે જાણ્યેઅજાણ્યે પણ લોકોમાં ‘માવજત’ ભુલાતી જાય છે. માવજત કરનારમાં પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવાં જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉઠાવી ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈ પણ સફળ દાક્તરની સફળતા પાછળ માવજતનો ટહુકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો, આચરવા જેવો છે. માવજત જીવન અજવાળશે .
View full solution
સમગ્ર વિશ્વને સંસ્કૃતિ અને સભ્યતાથી ચકિત કરી દેનારા ભારતદેશમાં આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની હાલત દયનીય છે. વિજ્ઞાન આડી ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યા છતાં સ્ત્રી–સ્વાતંત્ર્યની બાબતમાં હજી ઘણા પછાત છીએ. રાજા રામમોહન રાય, પુ. બાપુ, મહર્ષિ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન પુરુષોએ નારી–સ્વાતંત્ર્યની ઝુંબેશમાં અને સ્ત્રી- શિક્ષણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો, પરિણામે સ્ત્રી આગળ આવી. આઝાદ દેખાઈ પણ બની શકી નહી. આજે જાહેર ક્ષેત્રમાં ભારતીય નારી સ્વ–બળે ‘પુરુષ સમોવડી’ હોવાનો દાવો કરે છે પણ હાલત તો ‘આગ નીચે જલે છે અંગારા’ જેવી છે. સ્ત્રીની મનોદશા હજુ પણ દયનીય રહી છે. પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ તેને પસંદ છે, પણ સ્ત્રીને આઝાદી આપવાની વાત આવે ત્યારે તે બે-ઘડી વિચારમાં પડી જાય છે. ‘નારી તું નારાયણી’નો આદર્શ છે, પણ વ્યવહાર નથી. શિક્ષિત અને સામાજિક – વ્યવસાયિક મોભાવાળી સ્ત્રી પણ ઘરમાં પતિના હુકમ તળે દબાયેલી રહે છે. નવા જમાનામાં ગર્ભ-પરીક્ષામાં બાર સ્ત્રી–ભ્રુણની હત્યા કરાય છે. આધુનિક નારીએ હર સંજોગમાં પુરુષની નજરથી બચતા રહેવાની કોશિશ કરવી પડે છે. આઝાદ ભારતમાં સ્ત્રીની સુરક્ષા છીનવાઈ ગઈ છે. તેને છાના ખૂણે ડૂસકાં જ સાથ આપે છે. નારી સ્વતંત્ર બને એ સમાજ ઈચ્છતો નથી.
View full solution
“લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તોયે હું સરખી રીતે વાંચીશ, કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ; ક્રિકેટમૅચ ટ્રૉફી માટેની હોય કે ખાલી ‘મેત્રીરમત’ હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહી, પણ મારા લાયક કામ કાર્યોના આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો ‘કલા ખાતર કલા’ કહે છે. પણ છે તો જુદી જુદી પરિભાષા એક જ સિદ્ધાંતના ભાષાંતર. કામને આર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવાય છે. ચોખાના દાણા અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ માને તે સાચો પૂજારી નથી.” -ફાધર વાલેસ
View full solution

Generate a સંક્ષેપીકરણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App