Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t = 0$ સમયે એક કણ $7 \hat{z} cm$ ઊચાઈએથી $z$ અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના $\hat{x}$ અને $\hat{y}$ દિશાઓમાં સ્થાન અનુક્રમે $3\,t$ અને $5 t ^3 $ મુજબ આપી શકાય છે. $t=1s$ એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)
એક કણ $\left( {\frac{{20}}{\pi }} \right)\,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બે પરિભ્રમણના અંતે તેનો વેગ $80 \,m/s$ થાય ,તો સ્પર્શીય પ્રવેગ($m/s^2$) કેટલો હશે?
દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે
જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?
એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી $45^{\circ}$ ના ખૂણે $25\, {ms}^{-1}$ ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? ($=10 \,{ms}^{-2}$ )
એક ગાડી અચળ ઝડ૫ સાથે $R_1$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. બીજી ગાડી અચળ ઝડ૫ સાથે $R_2$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. જો તે બન્નેને એક રાઉન્ડ પૂર્ણ કરવાં માટે સરખો સમય લાગે તો તેની કોણીય ઝડપ અને રેખીય ઝડપનો ગુણોતર અનુક્રમે કેટલો થાય ?
$ t= 0$ સમયે, સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે એક પદાર્થને $10\, ms^{-1}$ ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t=1\,s$ પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને $g=10\, ms^{-2}$ લેતા $R$ નું મૂલ્ય ........ $m$ હશે.