Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એક પથ્થરને જમીન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે તેના ગતિપથના સર્વોચ્ય બિંદુ પર પહોયતા $4 \,s$ જેટલો સમય લે છે, તો તેના ઉડ્ડયનનો સમય ............. $s$ હશે?
બે કારો $ P$ અને $Q $ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે $ x_p(t)=at+bt^2 $ તથા $x_Q(t)= ft- t^2$ સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?
એક પદાર્થ લાકડાના બ્લોકમાં અંદર જઇને તેનો વેગ અડધો થાય ત્યાં સુધી તે બ્લોકમાં $3\, cm$ જેટલું અંતર કાપે છે. આ પદાર્થ બ્લોકમાં સ્થિર થાય ત્યાં સુધીમાં તે વધારે કેટલું અંતર ($cm$ માં) કાપશે?
એક કણ પ્રારંભિક ગતિ $u$ અને પ્રતિપ્રવેગ $a$ સાથે ગતિની શરૂઆત કરે છે. જે સમય $T$ માં સ્થિર થાય છે. કાપેલ કુલ રસ્તાના પ્રથમ અડધા ભાગને આવરી લેવા માટે લીધેલ સમય કેટલો છે?
એક $10\,cm$ ના લાકડા ના બ્લોકમાંથી પસાર થતાં બુલેટ નો વેગ $200\,m/s$ થી ઘટી ને $100\,m/s $ થાય છે. ધારો કે ઘટાડા દરમિયાન તેની ગતિ અચળ પ્રતિપ્રવેગી છે તો પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું થશે?
કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ $s = {t^3} - 6{t^2} + 3t + 4$ મીટર છે. જયારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ ($m{s^{ - 1}}$ માં) કેટલો હશે?
એક બસ $2\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. બસથી $96\,m$ પાછળ રહેલો સાયકલ ચલાવનાર બસની સાથે જ $20\,m / s$ થી શરૂઆત કરે છે. $..........\,s$ સમયે તે બસને $Overtake$ કરશે.