Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^°$ ખૂણાવાળા અને $ 2 \,m $ લંબાઇ ધરાવતા ઘર્ષણરહિત ઢાળ પર $ 2 \,kg$ નો બ્લોક મૂકવામાં આવે છે.તે ઢાળના તળિયે આવ્યા પછી $ 0.25 $ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર ..... $m$ અંતર કાપશે.
$m =2 \,kg$ અને $M =8 \,kg$ દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $0.5$ છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે $M$ દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ $F$ .......... $N$ હશે.
બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ અને ટેબલ લીસું છે. બંને બ્લોકને સાથે ગતિ કરાવવા માટે તેમના પર મહત્તમ કેટલું સમક્ષિતિજ બળ ($N$ માં) લગાવી શકાય? ($\left.g=10\, {ms}^{-2}\right)$
જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.
$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.