Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કાર ${X}$ અને ${Y}$ એકબીજા તરફ $36\; {km} / {h}$ અને $72\; {km} / {h}$ ની ઝડપથી ગતિ કરે છે. કાર ${X}$ માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર ${Y}$ માં રહેલ પેસેન્જરને $1320 \;{Hz}$ આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $340\; {m} / {s}$ હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા $Hz$ ની હશે?
સમાન કંપવિસ્તાર ધરાવતા ત્રણ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $ (n-1), $ $n$ અને $(n+1) $ છે. તેઓના સંપાતીકરણના લીધે સ્પંદ ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદોની સંખ્યા કેટલી હશે?
એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
સ્વરકાંટા $A$ અને $B$ ની આવૃતિ સ્વરકાંટા $C$ ની આવૃતિ કરતાં $3 \%$ વઘારે અને $2\%$ ઓછી છે. જો $A$ અને $ B$ દ્રારા $5$ સ્પંદ સંભળાતા હોય તો સ્વરકાંટા $A$ ની આવૃતિ કેટલી હશે?
$x-$ દિશામાં ગતિ કરતાં તરંગનું સ્થાનાંતર $y$ સમીકરણ $ y = {10^{ - 4}}\sin \,\,\left( {600t - 2x + \frac{\pi }{3}} \right) \, m$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?
સ્ટેશન પર ઉભેલી વ્યક્તિ અનુભવે છે કે ટ્રેન દ્વારા વાગતી સીટીની આવૃતિમાં $140 \,Hz$ નો ઘટાડો થાય છે. જો હવામાં અવાજની ઝડપ $330 \,m / s$ હોય અને ટ્રેનની ઝડપ $70 \,m / s$ હોય, તો સીટીની આવૃતિ .......... $Hz$ હોય.
બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?