આપતિ અને વ્યવસ્થાપન — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆપતિ અને વ્યવસ્થાપન3 Marks
Question
આપત્તિ પછીનું પુન$:$સ્થાપન $–$ નોંધ લખો.
✓
Answer
મનુષ્યજીવનમાં આપત્તિ વધતે ઓછે અંશે બધા જ લોકોને અસર પડે છે. આપત્તિ પછી સૌ પ્રથમ બચાવ કામગીરી ત્યારે પછી રાહતની કામગીરી અને અંતે સૌથી અગત્યની એવી પુન$:$સ્થાપનાની કામગીરી કરવામાં આવે છે. આપત્તિઓ જુદા $-$ જુદા સ્વરૂપની હોય છે, તેથી પુન$:$સ્થાપનની જરૂરિયાતો પણ જુદા $-$ જુદા પ્રકારની હોય છે. જેમ કે, ભૂકંપ, પૂર કે વાવાઝોડા જેવી દુરતી આપત્તિ પછી મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકોને રોજગારી પૂરી પાડવા નવી તકો અને કામ પૂરા પાડવામાં આવે છે. ખેતીક્ષેત્રે જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોકશિક્ષણની અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવા પડે છે. પુન$:$સ્થાપનના કાર્યમાં જો ખૂબ જ અઘરું કામ હોય તો તે છે પરિવારોના પુન$:$સ્થાપનનો છે. જે કુટુંબમાં ઘરની મોભી ન હોય કે માત્ર એક જ વ્યક્તિ જીવંત હોય તેવા પરિવારનું પુન$:$સ્થાપન ખૂબ જ મુશ્કેલ હોય છે. જે મનુષ્યએ વિનાશ નજરે જોયો છે તેને માનસિક આઘાતમાંથી બહાર લાવવા જરૂરી મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર થવી જરૂરી છે. આપત્તિ સમયે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત કે શરીરના અંગો ગુમાવનાર દિવ્યાંગોને જરૂરી તાલીમ, અને રોજગારીની ગોઠવણી તબક્કાવાર થવી જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.