Question
જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો.

Answer

પર્યાવરણીય સમતુલા જાળવવા જંગલો ખૂબ મહત્ત્વનાં છે:
$(1)$ જંગલો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સમતુલન જાળવે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ ગ્રહણ કરી ઑક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે.
$(2)$ જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંઘરી રાખે છે.
$(3)$ વનસ્પતિ વાતાવરણને ઠંડું રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે.
$(4)$ જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે.
$(5)$ તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું અટકાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free